આ કેમ્પ માં 15 દિવસ માં 20 થી વધારે તાલીમાર્થીઓ તાલીમ લેશે.

લખતર ના ડેરવાળા ગામે એ.એચ.ડી.પી યોજના અંતર્ગત લખતર બ્લોક ક્લસ્ટર વતી 15 દિવસ ડાઈગ હસ્તકલા હાથશાળ તાલીમ કેન્દ્ર નું આયોજન કરવામાં આવેલ છે આ તાલીમ કેન્દ્ર ના ઉદઘાટન પ્રસંગે લખતર દસાડા ધારાસભ્ય નૌશાદ સોલંકી હાજર રહી હાથશાળ હસ્તકલા ના ઉસ્થાન વિશે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું આ પ્રસંગે મહાવીરસિંહ ડેરવાળા સુનિલ સતાપરા તથા અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા આ તાલીમ કેન્દ્ર માં 20 થી વધારે તાલીમઆર્થીઓ ભાગ લઈ રહ્યા છે આ તાલીમ તા.31.7.2018 થી 14.8.2018 સુધી ચાલશે આ હસ્તકલા અને હાથશાળ કલા જ્યારે લુપ્ત થઈ રહી છે ત્યારે આ કલાને જીવંત રાખવા એન.એચ.ડી.સી દ્વારા ભગીરથ પ્રયાસ કરવા માં આવી રહ્યા છે આ તાલીમ કેન્દ્ર નું આયોજન નું સફળ સંચાલન પરમાર હસુભાઈ મોહનભાઇ દ્વારા કરવા માં આવ્યું છે જે કોઈ વ્યક્તિને હસ્તકલા અને હાથશાળ વિશે જાણવું હોય શીખવું હોય તેમને 83476 32676 ઉપર સંપર્ક કરી શકે છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"





