અભિનેતા ઉદય ચોપરાએ ગાંજો લીગલ કરવાની વાત કરતા મુંબઈ પોલીસ ભડકી

0
14

મુંબઈ,તા.૧૬
ફિલ્મ અભિનેતા ઉદય ચોપરાએ દેશમાં ગાંજાને લીગલ કરવાની વાત કરી છે. ઉદય ચોપરાએ ટ્વિટર પર ગાંજાને લીગલ કરવાનો પોતાનો મત રજૂ કર્યો હતો. ઉદય ચોપરાએ ટ્વીટ કરીને કહ્યું કે, “મને લાગે છે કે ભારતમાં ગાંજાને લીગલ કરી દેવો જોઇએ. પહેલુ તો, આ આપણી સંસ્કૃતિનો ભાગ છે. બીજુ કે આને લીગલ કરવાથી અને આના પર ટેક્સ લગાવવાથી દેશને મોટા પ્રમાણમાં આવક પ્રાપ્ત થશે. સાથે જ આની સાથે જોડાયેલા અપરાધ પણ બંધ થઈ જશે. છેલ્લુ અને મહત્વપૂર્ણ ગાંજો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.”
તો હવે ઉદય ચોપરાની આ ટ્વીટ પર મુંબઈ પોલીસે જવાબ આપ્યો છે અને ઉદય ચોપરાને સમજણનો પરિચય આપવાની શીખામણ પણ આપી દીધી છે. મુંબઈ પોલીસે ટ્વીટ કરીને કહ્યું કે, “સર, ભારતનાં નાગરિક હોવાનાં નાતે તમને એ આઝાદી છે કે તમે પોતાના વિચાર સાર્વજનિક પ્લેટફાર્મ પર રજૂ કરો, પરંતુ ધ્યાન રાખો કે હજુ સુધી ગાંજાનો ઉપયોગ કરવો, તેને પોતાની પાસે રાખવો અને ગાંજાની સાથે સફર કરવી નારકોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઇકોથ્રોપિક સબ્સટાંસ એક્ટ, ૧૯૮૫ અંતર્ગત ગંભીર ગૂનો છે.” ટ્વીટ સાથે મુંબઈ પોલીસે આ માહિતી લોકો સુધી પહોંચાડવાનું પણ કહ્યું.
તો બીજી તરફ સોશિયલ મીડિયા યૂઝર્સે ઉદય ચોપરાને ટ્રોલ કરવાનું પણ ચાલુ કરી દીધું હતુ અને મજેદાર ટ્વીટ્‌સ કર્યા હતા.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY