એમએસ ધોની-સંગાકારાના રેકોર્ડને ધ્વસ્ત કર્યો
દુબઈ,તા.૧૬
શનિવારે મુશીફકુર રહીમની શાનદાર સદીની મદદથી બાંગ્લાદેશે એશિયા કપની પહેલી મેચમાં શ્રીલંકાને ૧૩૭ રનોથી હરાવી દીધું હતુ. મુશિફકુર રહીમે ૧૪૪ રન ફટકારીને એક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તેણે પૂર્વ ભારતીય કપ્તાન એમએસધોની અને શ્રીલંકાનાં પૂર્વ કપ્તાન કુમાર સંગાકારાનાં રેકોર્ડને ધ્વસ્ત કર્યો છે. મુશિફકુર રહીમે એશિયા કપમાં વિકેટકીપર બેટ્સમેન તરીકે સૌથી મોટો વ્યક્તિગત સ્કોરનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
આ પહેલા કુમાર સંગાકારાએ જૂન ૨૦૦૮માં બાંગ્લાદેશ સામે ૧૨૧ રન બનાવ્યા હતા. તો ધોનીએ ૨૦૦૮માં જ હોંગકોંગ સામે ૧૦૯ રન ફટકાર્યા હતા. તો ૧૪૪ રન ફટકારતાની સાથે જ હવે મુશિફકુર રહીમ એશિયા કપમાં સર્વોચ્ચ સ્કોર ફટકારવાનાં મામલે સંયુક્ત રૂપે બીજા નંબરે છે. એશિયા કપમાં સૌથી વધુ રન કરવાનાં મામલે વિરાટ કોહલી પહેલા નંબરે છે. તેણે ૨૦૧૨માં ૧૮૩ રન ફટકાર્યા હતા.
રહીમ પાકિસ્તાનનાં યૂનુસ ખાન સાથે બીજા નંબર પર છે. તો શ્રીલંકા સામે મુશિફકુરે તમીમ ઇકબાલ સાથે ૧૦મી વિકેટનાં રૂપે ૩૨ રન જોડ્યા હતા જે વનડે ક્રિકેટમાં સૌથી મોટી ૧૦મી વિકેટની ભાગીદારી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





