જી.ઈ. બી ના કંપનીના લાઈટ અને પ્રી મોનસૂન કામગીરી શોભાના ગાંઠિયા સમાન

0
832

ભરૂચ નંદેલાવ ગ્રામ વિસ્તાર અને અને આજુ બાજુના એરિયામાં લાઈટના ધાંધિયા કલાકો સુધી લાઈટો નહીં આવતા લોકો પરેશાન જી.ઈ.બી કચેરીનો ફોન હંમેશા બીજી આવતા લોકો ફરિયાદ કરે તો કોને કરે…??


વેસ્ટ ડીવિઝનના જુનિયર એન્જીનીયર, ડેપ્યુટી એન્જીનીયર પણ રાતે ફોન ઉઠાવવા તૈયાર નથી. પ્રીમોનસૂન કામગીરીના નામે ખાલી તાયફા કરતી જી.ઈ. બી કંપની લાઈટ જવાના ત્રાસથી કંટાળેલી પ્રજા પાસે કોઈ બીજો વિકલ્પ ના હોવાથી શું કરી શકે છે. જો કોઈ બીજી ખાનગી કંપનીનો વિકલ્પ હોય તો ડી.જી.વી.સી.એલ પણ લોકોને ઘરે ઘરે જઈને લાઈટ લેવા કાલા વાલા કરવા પડે અને તો પણ કોઈ એમની પાસે કોઈ કનેક્શન ન લે. ડિજીવીસીએલનું આવા અધિકારીઓ ને કારણે જ તંત્ર ખાડે ગયેલું છે. જો આવા અધિકારીઓ ને ઘર આંગણેથી દૂર મૂકે તો જેટલી તકલીફ પ્રજા હાલમાં વેઠી રહી છે તે એમને પણ વેઠવાના વારો આવત….
હાલના ડેપ્યુટી એન્જીનીયર માટે ગ્રાહકોનો અભિપ્રાય જાણવા મળેલ છે કે આ અધિકારી નથી ફિલડમાં જતા નથી પોતાની કેબીનમા બેસતા. તેઓ તો આખો દિવસ ઓફિસે આવી હાજરી પુરી બાજુમાં આવેલ મીટર લેબોરેટરીમાં જ બેસી ગપ્પા માર્યા કરે છે. જો આવા ગપ્પાં મારવા વાળા અધિકારો હોય તો પ્રજા ત્રાહિમામ થઈ જાય તેમ કોઈ શંકાને સ્થાન નથી. ડિજીવીસીએલ ટોપ મેનેજમેન્ટ કોઈ પગલાં ન ભરતું હોય આખી સિસ્ટમ ખાડે ગાયેલાની ફરિયાદ તમામ સ્તરે ઉભી થયેલ છે. જે બાબતે ઉર્જામંત્રી સુધી ફરિયાદ થવા છતાં પરિણામ શૂન્ય છે.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY