માકેટીગ યાર્ડ ના વેપારી એ ના ૩ કરોડ ની રકમ મામલે ચાર વેપારીઓ સામે ફરિયાદ કરતા ચકચાર જાણો ક્યાં?

0
271

 

હળવદ ના માકેટીગ યાર્ડ ૬૯ વેપારી ઓ હરાજી ખેતી ના પાક ના માલ ના પૈસા નહી આપતા માકેટીગ યાર્ડ ના વેપારી એ ના ૩ કરોડ ની રકમ મામલે ચાર વેપારીઓ સામે ફરિયાદ કરતા ચકચાર

દોઢ માસ પહેલા ચાર વેપારીઓ એ માલ ખરીદયો હતો અને પૈસા મા ઠાગાઠૈયા કરતા આખરે પોલીસે ફરિયાદ નોંધાવી હતી


મૂળ મહેસાણાના કડીના અને હાલ અમદાવાદ રહેતા ૩ શખ્સોએ તેમજ એક શખ્સે મળીને હળવદના વેપારીઓ પાસેથી હરરાજીમાં રૂ.૩.૬૧ કરોડનો એરડા જીરૂ ચણા સહીત નો માલ ખરીદ્યો હતો. બાદમાં આ ચાર શખ્સો દ્વારા શખ્સો નાણાની રકમ ચુકવણી નહી કરતા ૬૯ વેપારીઓએ સામે છેતરી પીંડી કરતા એક વેપારીએ હળવદ પોલીસ મા ફરિયાદ કરતા ચકચાર મચી જવા પામી હતી હળવદ પોલીસ એ આરોપી ને પકડવા ના ચક્રો ગતિમાન કર્યા હતા

હળવદ પંથકમાં છેતરી પીડી કરવા વેપારીઓ પાસેથી માલ લઈ ને પૈસા નહી આપવા ના બનાવો ચિંતા જનક વધી રહયા છે ત્યારે આવો જ એક બનાવ હળવદ માકેટીગ યાર્ડ ના વેપારી મનસુખભાઇ ઓધડભાઈ લખતરિયાએ ફરિયાદ નોંધાવી હતી કે મૂળ મહેસાણાના કડીના અને હાલ અમદાવાદ રહેતા ગજલક્ષ્મી ટ્રેડર્સ વાળા નવિનચંન્દ્ર રાયચંદભાઇ દક્ષીણી, તેનો પુત્ર ધ્રવકુમાર નવિનચંન્દ્ર તથા રાજુભાઇ કાંતીભાઇ અને સ્થાનિક અશોકભાઇ ગાંડાલાલ બાપોદરીયા રહે. હળવદ આલાપ ટાઉનશીપ મકાન નં ૩૬ વાળાએ મળીને હરરાજીમાંથી હળવદના વેપારીઓનો રૂ.૩.૬૧ કરોડનો માલ ખરીદ્યો હતો.નાણા સમય મર્યાદામાં ચૂકવી દેવાનો વાયદો કર્યો હોવા છતાં ચારેય શખ્સો દ્રારા નાણાની ચુકવણી કરવામાં આવતી નથી. આમ ચારેય શખ્સોએ મળીને મનસુખભાઇના રૂ. ૨૩.૬૯ લાખ તેમજ અન્ય વેપારીઓના રૂ. ૩.૩૭ કરોડ મળીને કુલ ૩.૬૧ કરોડની છેતરપીંડી આચરી છે. આ મામલે પોલીસે ચારેય શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી ને હળવદ પોલીસ ના પી આઈ એમ આર સોલંકી દ્રારા આરોપી ને પકડવા ના ચક્રો ગતિમાન કર્યા હતા

મયુર રાવલ હળવદ
મો 9909458555

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY