સપ્તાહના પ્રથમ દિવસે શેરબજાર પોઝિટીવ ઃ સેન્સેક્સમાં ૩૫ અંકનો વધારો

0
15

નિફ્ટી ૧૦૫૯૦ની નજીક,ફાર્મા, બેન્કિંગ અને રીયલ્ટીમાં તેજી
મુંબઈ,તા.૨૩
એક્સપાયરી સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારમાં ચંચળતા વધેલી જાવા મળી છે. સેન્સેક્સ સવારે સાધારણ નબળો રહ્યા પછી બપોર સુધીમાં સુધરીને તેજીમાં આવી ગયો હતો. સોમવારના સેશનમાં સેન્સેક્સ નીચેથી ઉપર લગભગ ૪૦૦ પોઇન્ટ ઊંચકાયો હતો પરંતુ અંતે ઊછાળો ગુમાવીને સાધારણ પોઇન્ટ ૩૫.૧૯ વધીને ૩૪,૪૫૦.૭૭ પર બંધ રહ્યો છે. નિફ્ટી ઉપર ૧૦,૬૩૮નો હાઇ બનાવીને અંતે ૨૦.૬૫ પોઇન્ટ વધીને ૧૦,૫૮૪.૭૦ પર બંધ થયો છે. ફાર્મા અને રીયલ્ટી વધવામાં મોખરે રહ્યા છે.
એનએસઇમાં રીયલ્ટી ૧.૯૦ ટકા અને ફાર્મા ૧.૫૫ ટકા વધીને મોખરે રહ્યા છે. ઉપરાંત પીએસયુ બેન્ક ઇન્ડેક્સ ૦.૬૮ ટકા, એનર્જી ૦.૫૧ ટકા અને ઓટો ૦.૪૫ ટકા વધ્યા છે. બેન્ક નિફ્ટી ૦.૧૮ ટકા વધીને ૨૪,૯૯૦ પર બંધ છે. શરૂઆતમાં આઇટી ઇન્ડેક્સ સૌથી વધુ ૨.૬૦ ટકા ઊછળ્યો હતો પરંતુ પછી પ્રોફિટ બુકિંગમાં ઊછાળો ધોવાયો હતો અને અંતે તે ૦.૪૦ ટકા વધ્યો હતો. જ્યારે મેટલ ૦.૮૯ ટકા, એફએમસીજી ૦.૩૦ ટકા અને ઇન્ફ્રા ૦.૧૭ ટકા ઘટ્યા છે.
સેન્સેક્સના ૧૬ શેરો વધીને અને ૧૪ શેરો ઘટીને બંધ રહ્યા છે. તેમાં ઇન્ડસઇન્ડ બેન્ક, રિલાયન્સ, કોટક બેન્ક, એમએન્ડએમ અને સન ફાર્મા ૩.૬૩ ટકાથી ૦.૭૭ ટકા વચ્ચે વધ્યા છે. ઉપરાંત સન ફાર્મા, યસ બેન્ક, અદાણી પોર્ટસ, ભારતી એરટેલ, એસબીઆઇ, મારુતિ ૨ ટકાથી ૦.૨૭ ટકા વચ્ચે વધ્યા છે. જ્યારે એચડીએફસી બેન્ક, આઇસીઆઇસીઆઇ બેન્ક, હીરો મોટોકોર્પ, એચયુએલ, ટાટા મોટર્સમાં ૧.૩૦ ટકાથી ૦.૭૨ ટકા વચ્ચે ઘટાડો છે.
આંતરરાષ્ટÙીય બજાકમાં ક્રૂડના ભાવમાં વધારો અને ટ્રેડ વારને કારણે જિઓપોલિટિકલ ટેન્શનમાં વધારો થયો હતો, જેથી માર્કેટ પણ પ્રેશરમાં આવી ગયું હતું. ભારતીય શેરોમાં દરેક ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ આવ્યું હતું. ડાલર સામે રૂપિયો ૮ પૈસા નરમ ૬૬.૨૦ ખુલ્યો હતો. શુક્રવારે રૂપિયામાં ૩૩ પૈસાની નરમાઈ જાવાઈ હતી. આરબીઆઈની જૂનમાં મળનારી ધીરાણ નીતિ અંગેની બેઠકમાં વ્યાજ દરમાં વધારો કરાય તેવી શક્યતા છે.
આજે તેજી બજારમાં પણ એફએમસીજી અને મેટલ સેકટરના શેરોમાં ભારે વેચવાલીથી નરમાઈ રહી હતી. રોકડાના શેરોમાં ઈન્વેસ્ટમેન્ટરૂપી નવી લેવાલી આવી હતી. બીએસઈ મીડકેપ ઈન્ડેક્સ ૮૨.૧૭ પ્લસ બંધ હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY