બિકાનેર,તા.૧૦
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાજસ્થાનના બિકાનેરમાં બીજેપી પર નિશાન સાધ્યું. તેમને કહ્યું, સરકાર ખેડૂતોની સમસ્યાઓને સાંભળી રહી નથી, ખેડૂતોને પાણી મળી રહ્યું નથી, તેમના દેવાને માફ કરવામા આવી રહ્યો નથી.
સરકારે ખેડૂતોને વચન આપ્યો હતો કે, તેમને ૨૪ કલાક વિજળી મળશે. ૨ કરોડ બેરોજગારીને રોજગાર મળશે પરંતુ સરકારે કોઈ જ વચન પાળ્યો નથી.
રાહુલે કહ્યું, સરકારે રાજસ્થાનમાં ૧૭ હજાર શાળાઓ બંધ કરી દીધી જેના કારણે બાળકો હજારો રૂપિયા આપીને પ્રાઈવેટ શાળામાં ભણ્યા. સરકાર માત્ર નીરવ મોદી, મેહુલ ચોકસી, વિજય માલ્યા જેવા બિઝનેસમેનોને ફાયદો પહોંચાડી રહ્યાં છે.
કોંગ્રેસે ટિવટ કરતાં કહ્યું, સરકાર દ્વારા સરકારી વિદ્યાલયોને લઈને ખરાબ મેનેજમેન્ટના કારણે રાજસ્થાનના બાળકોને ભણવાનું અધિકારી છીનવી લીધું. પ્રદેશના હજારો બાળકો પાસેથી ભણવાનો અધિકાર છીનવી લેનાર અહંકારી બીજેપી સરકારને આઈનો દેખાડવાનો સમય આવી ગયો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






