પ્રથમ પત્ની અને પતિએ મળી બીજી પત્નીને ફટકારી

0
6

સુરત, તા.૧૮
બીજી પત્ની ઉપર પ્રથમ પત્ની સાથે મળીને ચાર જણાંએ હુમલો કર્યાનો બનાવ સથાનિક પોલીસ સ્ટેશને નોંધાયો હતો.
સચીન જીઆઈડીસી પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મનોજભાઈની ચાલ બરફ ફેક્ટરીમાં કામ કરતી રાગિની સોનુ ભારતીએ આરોપી પતિ સોનુ ભારતી, સોનુની પ્રથમ પત્ની પ્રિતી, મનોજભાઈ તથા મનોજભાઈની પત્ની વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરિયાદી રાગિનીના પતિ સોનુએ પ્રથમ પત્ની અને અન્ય આરોપી દંપતિ સાથે મળીને ફરિયાદી ઉપર હુમલો કરી માર માર્યો હતો. બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY