રામજન્મભૂમિ પર પૂજાના અધિકાર માટે સુબ્રમણ્યમ સ્વામી સુપ્રીમના દરવાજે

0
90

અરજી અંગે ઝડપથી કાર્યવાહી કરવા કોર્ટને વિનંતી કરી
ન્યુ દિલ્હી,તા.૨૫
ભાજપના વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ અયોધ્યા રામજન્મભૂમિ મંદિરમાં પૂજાના મૂળભૂત અધિકાર પ્રાપ્તિ માટે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. આ સાથે તેમણે તેમની અરજી અંગે ઝડપથી કાર્યવાહી કરવા કોર્ટને વિનંતી પણ કરી છે.
ઉલ્લેખનીય છે કે સુબ્રમણ્યમ સ્વામીના પ્રયત્નોને પરિણામે જ રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદની સુનાવણી ફાસ્ટ ટ્રેકમાં ચાલી રહી છે.
ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ એ. ખાનવિલકર અને ડી. વાય. ચંદ્રચુડની બનેલી ખંડપીઠે અરજીને ધ્યાનમાં લેતા જણાવ્યું છે કે પૂજાના અધિકારની માગણી યોગ્ય છે, પરંતુ આ સમસ્યાને વિવાદિત સ્થળ સાથે જાડવી જાઈએ, પહેલાં વિવાદિત સ્થળની માલિકી નક્કી કરવી જરૂરી હોવાથી હાલમાં સ્વામીની અરજી માટે સુનાવણી થઈ શકે તેમ નથી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY