નર્મદા જિલ્લા માં ઘન કચરો ઉઠાવવા આપેલી ટ્રાઇસિકલો તકલાદી

0
41

નર્મદા જિલ્લા ના ગરુડેશ્વર ગ્રામપંચાયત માં સરપંચ બાબુ તડવી એ આવી તકલાદી સાયકલો લેવાની મનાઈ કરી

રાજપીપળા : મોઘવારી ની જેમ રાજ્યમાં ભ્રસ્ટાચારે પણ માઝા મૂકી હોય તાજેતરમાં ખાનગી એજન્સી દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગામમા ઘન કચરો ઉઠાવવા ગામની વસ્તી પ્રમાણે ત્રણ કોઈ ગામમાં પાંચ જેટલી ટ્રાઈસિકલો અપવામાં આવી છે. મોડી સાંજે આ સાયકલો ગ્રામપંચાયતો માં પહોંચાડવામાં આવી પ્રથમ લોટ માં 200 જેટલી સાયકલો આવી પરંતુ આ સાયકલો એટલી તકલાદી હતી કે ટાયરો નીકળી ગયેલા, સીટો તૂટેલી, પંખાઓ અને બ્રેકો પણ તૂટેલી આગળના ચેપીયા પણ તૂટેલા, પાછળની લારી કટાયેલી અને જામ થઇ ગયેલી એમ કહેવાય જ્યા મૂકી ત્યાંથી ચાલી ના શકે એવી હાલતમાં સાયકલો આપવામાં આવી, તો આ સાયકલો શું કામની?

કેટલાક સરપંચો એ તો મફત આવી છે એમ કહી સારી કન્ડિશન માં સારીગુણવત્તા વાળી સાયકલો મળી છે ના પ્રમાણપપત્રો પણ આપી દીધા પરંતુ નર્મદા જિલ્લા ના ગરુડેશ્વર ગ્રામપંચાયત માં સરપંચ બાબુ તડવી એ આવી તકલાદી સાયકલો લેવાની મનાઈ કરી તો કોન્ટ્રાકટર કાલાવાલા કરવા લાગ્યો જોકે ગ્રામપંચાયત ના સરપંચે સેરો મારી પ્રમાણપત્ર પર તકલાદી સાયકલો મળી હોવાની નોંધ મારી જેના પર સેલોટેપ પણ મારી કે જે ભૂસી ના શકે અને આ અંગેની જિલ્લા પંચાયત અને જિલ્લા કલેક્ટર ને લેખિત જાણ કરતા આ મોટો ભ્રસ્ટાચાર હોવાનો ખુલાસો થયો છે.

બોક્ષ : ગરુડેશ્વર ગામના સરપંચ બાબુભાઈ તડવી એ જણાવ્યું હતું કે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગામમાં થી ઘન કચરો ઉઘરાવવા માટે સરકારે આ સાયકલો એક વીર એન્ટરપ્રાઇઝ બારડોલી ની એજન્સીને કામ સોંપ્યું છે પણ આ સાયકલો માં મોટો ભ્રસ્ટાચાર થયો છે સરકાર તાત્કાલિક આ કોન્ટ્રાક્ટરનું પેમેન્ટ અટકાવે કેમકે આ તમામ સાયકલો એકદમ તકલાદી હોય જેતે કોન્ટ્રાકટરે વેઠ ઉતારી બસ આપવા ખાતર આપી છે, આવા લોકોને બ્લેક લીસ્ટ માં મુકવા જોઈએ ની વાત કરી હતી. જોકે આ અંગે મીડિયા દ્વારા જિલ્લા વિકાસ અધિકારી ને પૂછતાં જેવોએ સરકારી જવાબ આપ્યો હતો કે અમારી પાસે કોઈ ફરિયાદ આવી નથી અને આ ટ્રાઇસિકલ મારા વખતે મંજુર કરવામાં આવી નથી પરંતુ કોઈ ફરિયાદ કરશે તો યોગ્ય કાર્યવહી કરીશુ

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY