પટના,તા.૧
બિહારમાં રાજદ પ્રમુખ લાલૂ યાદવનું ઘર ખુશીઓ આવવાની છે. તેમના ઘરે લોકસભા ચૂંટણી બાદ શરણાઈ ગૂંજશે.
આ અંગેની જાહેરાત લાલુના પુત્ર અને વિપક્ષી નેતા તેજસ્વી યાદવે કરી છે. તેજસ્વીના લગ્નની ચર્ચાઓ લાંબા સમયથી ચાલી રહી છે. તેનું માનવું છે કે તેઓ લગ્ન કરવા માંગે છે, પરંતુ તેઓ લોકસભા ચૂંટણી પછી લગ્ન કરશે. તેજસ્વીએ જણાવ્યું કે ચૂંટણી સુધી તેઓ એટલા વ્યસ્ત રહેશે કે હનીમુન પર પણ જવાનો સમય નહીં મળે. જાકે તેમની દુલ્હન કોણ હશે, એ અંગે તેમણે કંઈ જણાવ્યું નથી.
જાકે તેજસ્વીએ લગ્નનાં બહાને ઉપમુખ્યમંત્રી સુશીલ મોદીની પણ મજાક કરી જણાવ્યું કે તેઓ કહેશે કે તેજસ્વી પહેલા જેલ જવાની તૈયારી કરો, પછી લગ્ન માટે વિચારો. તેજસ્વીએ જણાવ્યું કે રાજકીય પરિષદમાં ગયા બાદ લોકો લગ્નના પ્રસ્તાવ રજૂ કરે છે. તેમણે એક એવા કાર્યક્રમની ચર્ચા કરતા જણાવ્યું કે મંચ પર એક પંડિત લગ્નનો પ્રસ્તાવ લઇને આવી પહોંચ્યા હતા. જાકે હવે જાવાનું એ છે કે તેજસ્વી મોટા ભાઈની જેમ માતાપિતાની પસંદગીની છોકરી સાથે લગ્ન કરે છે અથવા માતા પિતા તેના પસંદગીની છોકરી સાથે તેમને લગ્ન માટે પરવાનગી આપે છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



