એસબીઆઈ ખાતા ધારકો સાવધાનઃ ૧ ડિસેમ્બરથી બંધ થઇ જશે ૪ સુવિધા

0
21

ન્યુ દિલ્હી,તા.૨૭
બેંકની વેબસાઇટ પર આપવામાં આવેલી જાણકારીમાં કહેવામાં આવ્યું છે કે ૧ ડિસેમ્બર બાદ પોતાની સેવાઓને બંધ કરવા જઇ રહી છે.
બેંકે ગ્રાહકોને અપીલ કરી છે કે તમારો મોબાઇલ નંબર ૧ ડિસેમ્બર સુધી બેંક સાથે રજિસ્ટર કરાવી લો. બેંકે કહ્યું કે જો તમે ૧ ડિસેમ્બર સુધી ૨૦૧૮ સુધી આ કામ પતાવશો નહી તો તમારી ઇન્ટરનેટ બેકિંગને બ્લોક કરી દેવામાં આવશે. ત્યારબાદ તમે ઇન્ટરનેટ બેકિંગના માધ્યમથી ટ્રાંજેક્શન નહી કરી શકો. એવામાં તમે ખાતાધારક તરીકે અન્ય સેવાઓનો લાભ તો ઉઠાવી શકશો, પરંતુ ઓનલાઇન બેકિંગનો ઉપયોગ કરી શકશો નહી.
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા આપણું સૌથી લોકપ્રિય અને મહત્વપૂર્ણ મોબાઇલ વોલેટ SBI Buddyને બંધ કરવા જઇ રહ્યું છે. ૩૦ નવેમ્બરથી તેને સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવશે. SBIએ આ અંગે પોતાના ગ્રાહકોને સૂચના આપી છે. બેંકે ગ્રાહકોને કહ્યું કે તે ૩૦ નવેમ્બર સુધી વોલેટમાં વધેલા પૈસા કાઢી લે. એસબીઆઈ એ મોબાઇલ વોલેટ Buddyની શરૂઆત ઓગસ્ટ ૨૦૧૫માં કરી હતી. તેની સાથે ૧૩ ભાષાઓમાં લોંચ કર્યું હતું. એસબીઆઈ બડીની જગ્યાએ હવે એસબીઆઈ યોનો ને મોબાઇલ વોલેટની માફક ઉપયોગ કરી શકાશે.
એસબીઆઈ પેંશનધારકોને ૩૦ નવેમ્બર સુધી પોતાનું લાઇફ સર્ટિફિકેટ જમા કરાવવું પડશે. પોતાનું જીવન પ્રમાણપત્ર જમા કરતાં જ પેંશનને રિલીઝ કરવામાં આવશે. લાઇફ સર્ટિફિકેટ નહી આપનાર લોકોનું ૩૦ નવેમ્બર સુધી પેંશન અટકાવી દેવામાં આવશે. જાકે, ત્યારબાદ એસબીઆઈ કઇ શરતો પર પેંશન ઇશ્યૂ થશે, તે સ્પષ્ટ કર્યું નથી.
પેંશનધારકો માટે વધુ એક સમાચાર છે, જે લોકોનું પેંશન એસબીઆઈ ના ખાતામાં આવે છે, તેના માટે બેંક તરફથી શરૂ કરવામાં આવેલી લોન સ્કીમ બંધ થવા જઇ રહી છે. બેંકે ફેસ્ટિવલ સિઝનમાં પેંશનધારકો માટે લોનની શરૂઆત કરી હતી. આ સ્કીમમાં પેંશનર્સને કોઇપણ જાતની પ્રોસેસિંગ ફી વિના લોન મળતી હતી. પરંતુ ૩૦ નવેમ્બરથી SBIઆ સ્કીમ બંધ કરી દેશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY