જીયો ઈફેક્ટ: એરટેલ અને આઈડિયાના શેરોમાં કડાકો

0
224

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી,
આઇડિયા સેલ્યુલર અને ભારતી એરટેલના શેરમાં જારદાર કડાકો બોલી ગયો છે. આ બંનેના શેરમાં ૧૨ ટકા સુધીનો ઘટાડો થયો છે. જીયોના નવા ટેરીફ પ્લાનના પરિણામ સ્વરૂપે આ તીવ્ર ઘટાડો થયો છે. હરીફ કંપની રિલાયન્સ જીયો દ્વારા નવા ટેરીફ પ્લાનની જાહેરાત કરી હતી. ત્યારબાદ ભારે વેચવાલી વચ્ચે આઈડિયા સેલ્યુલર અને ભારતી એરટેલના શેરમાં મોટો કડાકો બોલી ગયો હતો. આઈડિયા સેલ્યુલરના શેરમાં ૧૨ ટકાનો ઘટાડો રહેતા તેના શેરની કિંમત ઘટીને ૫૧.૪૫ રૂપિયા રહી હતી. દિવસ દરમિયાન તેના શેરમાં ગઈકાલે ૧૩ ટકા સુધીનો ઘટાડો થયો હતો. આવી જ રીતે ભારતી એરટેલના શેરમાં છ ટકા સુધીનો ઘટાડો રહ્યો હતો. જેથી તેના શેરની કિંમત ૩૮૫.૭૦ સુધી પહોંચી હતી. ઈન્ટ્રા ડેના કારોબાર દરમિયાન ભારતી એરટેલના શેરમાં આઠ ટકાનો ઘટાડો રહ્યો હતો. જેના પરિણામ સ્વરૂપે તેના શેરની કિંમત ૩૮૧.૨૦ રૂપિયા બોલાઈ હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY