હવે માર્ગ અકસ્માતોમાં ૧૦ ગણું વળતર ચૂકવવા તૈયારી

0
67

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી,
એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં કેન્દ્ર સરકારે માર્ગ અકસ્માતોના ભોગ બનેલા લોકોને આપવામાં આવતા લઘુત્તમ વળતરની રકમને ૧૦ ગણી વધારવાનો નિર્ણય કર્યો છે. એટલે કે હવે માર્ગ અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના પરિવારના સભ્યોને, ઘાયલોને, સ્થાયરૂપે વિકલાંગ થવાની સ્થિતિમાં તથા નજીવી ઈજા થવાની સ્થિતિમાં ૧૦ ગણી વધારે વળતરની રકમ મળી શકશે. ૨૪ વર્ષ બાદ વળતર રકમમાં વધારો કરવાનો નિર્ણય પરિવહન મંત્રાલય દ્વારા કરવામાં આવ્યો છે. આના પરિણામ સ્વરૂપે લોકોને વધુમાં વધુ વળતર મળશે. વળતર માટે કેસને મોટર એક્સિડેન્ટ ક્લેમ્પ ટ્રિબ્યુનલની સામે લઈ જવા માટેનો વિકલ્પ આપવામાં આવ્યો છે. નવા નિયમો ટૂંક સમયમાં જ અમલી કરવામાં આવશે.
નવા નિયમ મુજબ ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારના સભ્યોને પાંચ લાખ રૂપિયા આપવામાં આવશે તથા વિકલાંગતા માટે ૫૦ હજાર થી લઈને પાંચ લાખ રૂપિયા સુધી નક્કી કરવામાં આવ્યા છે. આમાં દર વર્ષે પાંચ ટકાના વધારાની જાગવાઈ પણ કરવામાં આવી છે. અત્રે નોંધનિય છે કે દેશમાં દર વર્ષે ૧.૫ લાખ લોક માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામે છે. જ્યારે પાંચ લાખથી વધુ લોકો ઘાયલ થાય છે. વળતરની રકમમાં મોટર માલિકના થર્ડ પાર્ટી પ્રિમિયમમાં વધારાનો પણ સમાવેશ થાય છે. વર્તમાન સમયમાં મોટર વ્હીકલ એક્ટમાં મોત થવાની સ્થિતીમાં ૫૦ હજાર રૂપિયા અને સ્થાયીરૂપે વિકલાંગ થઈ જવાની સ્થિતિમાં ૨૫ હજાર રૂપિયા ચૂકવાય છે. પરિવહન મંત્રાલય દ્વારા વળતર નક્કી કરવા માટે મોટર વાહન એક્ટના કલમ-૨ હેઠળ ૨૦૧૧-૧૨થી લઈને ૨૦૧૫-૧૬ના ગાળામાં મોત પર સરેરાશ જેટલી રકમ ક્લેમના રીતે આપવામાં આવી છે. તેના ઉપર વિચારણા ચાલી રહી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY