ગીર સોમનાથ તા.૧૯, ભારતના ચૂંટણી પંચ તરફથી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૯ અને ૯૧-તાલાળા વિધાનસભા સામાન્ય ચૂંટણી માટેનો કાર્યક્રમ જાહેર થયેલ છે. જે અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામા તા.૨૩-૦૪-૨૦૧૯ના રોજ ચૂંટણી યોજાનાર છે.
અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એચ.આર.મોદીને મળેલ સત્તાની રૂએ નિચે મુજબના આદેશો જારી કર્યા છે. મોબાઈલ સર્વિસ આપતી કંપનીઓ જેવી કે વોડાફોન, બી.એસ.એન.એલ.(સેલવન), રીલાયન્સ/જીઓ, ટાટા મોબાઈલ, એરટેલ, આઈડીયા, વિડીયોકોન, યુનિનોર વિગેરે કોઈપણ કંપનીઓ ગીર સોમનાથ જિલ્લા સમગ્ર વિસ્તારમા તા.૨૧-૦૪-૨૦૧૯ ના રોજ કલાક ૦૦ થી તા.૨૩-૦૪-૨૦૧૯ના ૨૪ કલાક સુધી કાયદાનો ભંગ થાય તેવા, ચૂંટણીની આદર્શ આચારસંહિતાનો ભંગ થાય તેવા તા ભારતના ચૂંટણી પંચ દ્રારા બહાર પાડવામાં આવેલ આદેશો/સુચનાઓનો ભંગ થાય તેવા અને મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ ચૂંટણી પ્રક્રિયાને ખલેલ પહોંચાડે તેવા ગૃપ/બલ્ક એસ.એમ.એસ.ના પ્રસારણને સંપૂર્ણ પણે પ્રતિબંધીત કરશે.
આ હુકમનો ભંગ અથવા ઉલ્લંધન કરનાર ભારતના ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ હેઠળ બિન જામીનલાયક ફોજદારી ગુન્હો છે. જેથી કોઈ કંપનીના સંચાલન, કર્મચારી, એજન્ટ કે કોઈ રાજકીય પક્ષ કે કોઈપણ ઈસમ આ હુકમનુ ઉલ્લંઘન કરશે નહિ. તમામને વ્યક્તિગત રીતે નોટીસ બજવણી શક્ય ન હોય આથી એક તરફી હુકમ કરૂ છું. હુકમ નિર્દિષ્ટ કરેલ વિસ્તારોમા સહેલાઈથી દેખી શકાય તેવી જગ્યાએ તેમજ મોબાઈલ સર્વીસ આપતી કચેરીઓની મુખ્ય કચેરીઓ ઉપર તેમજ તેના સંચાલક, એજન્ટને બજવણી અને તેની નકલો ચોડાવી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



