જાકાર્તા,તા.૩૦
ઈન્ડોનેશિયાની રેસ્ક્યુ ટીમે મંગળવારે લાયન એરલાઈન્સના વિમાનના ઘણાં ટુકડા શોધી કાઢ્યા છે. રેસ્ક્યુ ટીમના હેડ મોહમ્મદ સ્યાઉગીએ જણાવ્યું કે, ટીમને ઘણાં માનવીય અવશેષો પણ મળ્યા છે. જેને ૨૪ બેગમાં રાખવામાં આવ્યા છે. ડીએનએ ટેસ્ટની ઓળખ માટે માનવીય અંગોને જકાર્તા મોકલવામાં આવશે.
ઈન્ડોનેશિયાના જકાર્તાથી પાંકલ પિનાંગ શહેર જઈ રહેલું લાયન એરલાઈન્સનું એક પેસેન્જર વિમાન સવારે ઉડાન ભર્યાના ૧૩ મિનિટ પછી જ દરિયામાં ક્રેશ થઈ ગયું હતું. વિમાનમાં ક્રૂ-મેમ્બર સહિત ૧૮૯ લોકો હતાં.
વિમાનનો સંપર્ક તૂટ્યાં બાદ બે નોટિકલ મીલ દૂર કારાગાંવની ખાડીમાં આ પ્લેન ક્રેશ થયું હતું. આ હવાઈ જહાજમાં ઈન્ડોનેશિયાના નાણા વિભાગના ૨૦ અધિકારીઓ પણ સામેલ હતા. લાયન એરલાઈન્સનું બોઈંગ ૭૩૭ મેક્સ થોડા મહિના પહેલાં જ સેવામાં આવ્યું હતું.
ઈન્ડોનેશિયા એર નેવિગેશનના અધિકારી સિંદુ રહાયુંએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું કે, વિમાને ઉડાન ભર્યા પછી પાઇલટે પરત ફરવાની મંજૂરી માંગી હતી. પરંતુ મંજૂરી મળ્યા પછી તુરંત જ એર ટ્રાફિક કંટ્રોલનો ફ્લાઈટ સાથે સંપર્ક ટૂટી ગયો હતો.(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




