ગીર-સોમનાથમાં સિંહણની પજવણી કરતો વધુ એક વીડિયો થયો વાયરલ

0
6

ગિરગઢડા,તા.૨૫
બે મહિના પહેલા મરઘી બતાવી સિંહણને લલચાવતો ગેરકાયદેસર લાયન શોનો વીડિયો વાયરલ થયો હતો. બાદમાં મરઘીને ઝાડ પર ટીંગાડી સિંહણને લલચાવતો વીડિયો પણ વાયરલ થયો હતો. જેમાં વન વિભાગે ૭ શખ્સોની ધરપકડ કરી હતી. હાલ ખુરશી પર બેસી એક શખ્સ સિંહણને મરઘી બતાવી ગેરકાયદેસર લાયન શો કરી રહ્યો હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં ખુરશી પર બેસી શખ્સ મરઘી બતાવી સિંહણને કૂતરાની જેમ લાળ પડાવી રહ્યો હોય તેવું જાવા મળે છે. આ અંગે વન વિભાગ દ્વારા તપાસ કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.
ગીર ગઢડાના જંગલનો આ વીડિયો હોવાનું જાણવા મળી રહ્યું છે. વીડિયોમાં ભક્તા નામથી જાણીતી સિંહણને એક શખ્સ ખુરશી પર બેસી મરઘી બતાવી લલચાવી રહ્યો છે. અગાઉ ૭ શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. તેઓ જામીન પર છૂટી ગયા છે અને જામીન પર છૂટ્યાના એક મહિના બાદ ફરી ગેરકાયદેસર લાયન શોનો વીડિયો વાયરલ થયો છે. ગેરકાયદેસર લાયન શો આ શખ્સો દ્વારા જ કરવામાં આવી રહ્યો છે કે અન્યો દ્વારા તે અંગે પણ વન વિભાગ તપાસ હાથ ધરશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY