મુંબઈ,તા.૩૧
‘અમે અમારા પિતાને એકે અને માતા સુનીતાને સોનુ કહીને બોલાવીએ છીએ’ એમ સિનિયર અભિનેતા અનિલ કપૂરનાં ત્રણે સંતાનોએ કહ્યુ હતું.
ખમતીધર ફિલ્મ સર્જક કરણ જાહરના હિટ ચેટ શો કાફી વીથ કરણમાં તાજેતરમાં અનિલ કપૂરનાં ત્રણે સંતાનો અભિનેત્રી સોનમ કપૂર, ફિલ્મ સર્જક રિયા કપૂર અને અભિનેતા હર્ષવર્ધન રજૂ થયાં હતાં અને એ ત્રણેએ પોતાના પરિવાર વિશે તેમજ અન્ય બાબતોના રસપ્રદ જવાબો આપ્યા હતા.
એક સવાલના જવાબમાં આ ત્રણેએ એકી સૂરે કહ્યુ,’એકે નિયમિત જિમમાં જાય છે. આમ તો માત્ર ૪૫ મિનિટ વર્ક આઉટ કરે છે પરંતુ જિમમાં કુલ ત્રણ કલાક વીતાવે છે. એ ચાલવાનો વ્યાયામ કરે છે, દર્પણમાં પોતાને નીરખે છે અને પછી વર્ક આઉટ કરે છે.’
અન્ય એક સવાલના જવાબમાં બંને બહેનોએ કહ્યુ કે એકેને ઘરમાં બૂમાબૂમ કરવાની ટેવ છે. એ ઘર ગજાવી મૂકે છે. જા કે સોનુ (અનિલની પત્ની સુનીતા ) આવી બૂમાબૂમથી ટેવાઇ ગઇ છે.
અનિલ વિશેનાં આ ત્રણેનાં અન્ય નિરીક્ષણો પણ રસપ્રદ હતા. તેમણે કહ્યુ કે એકે ઘરમાં હોય ત્યારે એમને નાની નાની વાતે એવું બોલવાની ટેવ છે કે હું તમને લોકોને મારી નાખીશ.. ઝોયા અખ્તરની ફિલ્મ દિલ ધડકને દો કરતી વખતે એકે રણવીર સિંઘ અને પ્રિયંકા ચોપરાને સતત એમ કહેતા કે તમારા બધાં કરતાં હું બેસ્ટ છું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



