કુપવાડામાં આતંકીઓ-સેના વચ્ચે એન્કાઉન્ટર ; એક આતંકી ઠાર

0
60

કુપવાડા,તા.૧૬
જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં આતંકીઓ અને સેના વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યુ છે. એન્કાઉન્ટરમાં જવાનોએ એક આતંકીને ઠાર કરી દીધો છે. ગોળીબારમાં બે જવાન પણ ઘાયલ થયા છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે કુપવાડાના સફાવલી વિસ્તારમાં એન્કાઉન્ટર ચાલી રહ્યુ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઠાર કરવામાં આવેલા એક આતંકી પાસેથી એક એકે ૪૭ મળી આવી છે.
આ પહેલાં ગયા સપ્તાહમાં પણ બુધવારે કાંદીમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ એન્કાઉન્ટરમાં પણ એક આતંકીને ઠાર કરવામાં આવ્યો હતો. આ એન્કાઉન્ટરમાં બે જવાન પણ શહીદ થયા હતા. ભારતીય સેનાએ આતંકીઓના મૃતદેહની સાથે તેમના ગોળા-બારુદ પણ જપ્ત કરી લીધા હતા.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY