મુસલમાનો પણ ભગવાન રામના વંશજ, મંદિર બનાવવા માટે મદદ કરે : ગિરિરાજસિંહ

0
26

ન્યુ દિલ્હી,તા.૨
કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ વારા દેશના મુસલમાનોને ચેતવણી આપતા જણાવવામાં આવ્યું છે કે તેઓ બધા જ અયોધ્યામાં રામ મંદિર બનાવવા માટે સહયોગ કરે નહીં તો હિન્દુઓનું લોહી ઉકળી ગયું તો કાશી, મથુરા અને અયોધ્યા પર કબ્જા કરી લેશે. મુસલમાનોએ સ્વેછાએ મંદિર બનાવવા માટે મદદ કરવી જાઈએ કારણકે તેઓ બધા જ ભગવાન રામના વંશજ છે, બાબરના નહીં. તેમને આગળ જણાવ્યું કે જા મુસલમાનોએ રામ મંદિર બનાવવા માટે સહયોગ નહીં કર્યો તો મને દુઃખ થશે પરંતુ તેનું ખરાબ પરિણામ મુસલમાનોને ભોગવવું પડશે. ગિરિરાજ Îવારા આ વાત મથુરામાં આયોજિત કરવામાં આવેલા એક કાર્યક્રમમાં કહેવામાં આવી હતી.
કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ અહીં અટકિયા નહીં પરંતુ તેમને કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધી પર પણ પ્રહાર કર્યા. તેમને કહ્યુ કે રાહુલ ગાંધી બધું નાટક કરી રહ્યા છે તેઓ હિંદુઓને તોડવાનું કામ કરી રહ્યા છે.
રાહુલ ગાંધી અને તેમની પાર્ટી ભગવાન શિવની પૂજા કરનાર અને “હર હર મહાદેવ” કહેનાર લોકોને બહાર કાઢી રહી છે. જા રાહુલ ગાંધી સાચા હિન્દૂ હોય તો પાર્ટીમાં જઈને બીફ ખાવાનું અને ઈલેક્શન પહેલા મંદિર જવાનું બંધ કરે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY