અલાહાબાદ,તા.૨
અલાહાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચે ચિકિત્સા અને સ્વાસ્થ્ય સેવાઓના ડિરેક્ટર જનરલ અને કોર્ટના આદેશ પછી પણ ડોક્ટર્સ દ્વારા મેડિકલ લીગલ રિપોર્ટ તૈયાર કરતા સમયે લખાણમાં ધ્યાન ન રાખવામાં એક ડોક્ટરે પાંચ હજાર રુપિયાનો દંડ ફટકાર્યો છે. કોર્ટે કહ્યુ કે વારંવાર આદેશ આપવામાં આવે છે કે ડોક્ટર પોતાના લખાણમાં સરળ શબ્દો અને સ્પષ્ટતા રાખે પરંતુ વારંવાર એવા કિસ્સાઓ સામે આવી રહ્યાં છે જેમાં ડોક્ટર્સના લખાણને સમજવામાં ન્યાયાધીશ, સરકારી અને પ્રાઈવેટ વકીલો માટે મુશ્કેલીભર્યું છે.
અનેકવાર ઘરમાં સૌથી ખરાબ અક્ષરની ચર્ચા થતી હોય છે ત્યારે ડોક્ટર્સનું નામ લેવામાં આવે છે. જાકે, ખરાબ લખાણને સુધારવાનો કોર્ટે આદેશ પણ કર્યો હતો. જેની પર ડીજીએ સક્ર્યુલર પણ જાહેર કર્યું હતું. જાકે, આ પછી પણ સુધારો જાવા ન મળતાં લખનૌ હાઈકોર્ટે એક ડોક્ટરને દંડ ફટકાર્યો હતો. આટલું જ નહિ ડોક્ટરને ત્રણ અઠવાડિયાની અંદર બાર એસોસિએશનની લાઈબ્રેરીમાં દંડ જમા કરાવવાનો આદેશ પણ આપ્યો છે.
૨૫ સપ્ટેમ્બરના રોજ અરજી પર સુનાવણી કરતાં અરજીકતાર્ તરફથી રજૂ કરાયેલો ઈન્જરી રિપોર્ટ વાંચી શક્યા નહોતાં. કોર્ટે ન્યાય પ્રૂક્રયામાં વિક્ષેપ માનતાં રિપોર્ટ તૈયાર કરનાર સીતાપુર જિલ્લા હોસ્પિટલના ડોક્ટર્સને સસ્પેન્ડ કર્યા હતાં. રિપોર્ટ તૈયાર કરનાર પિયૂષ કુમાર જ્યારે કોર્ટમાં આવ્યા ત્યારે તેને આ મામલે પૂછવામાં આવતા કહ્યુ કે કામની વ્યસ્તતાના કારણે તેનાથી આવું થઈ ગયું હતું. કોર્ટે કહ્યુ કે આવું બહાનું નહિ ચાલે. કોર્ટે પાંચ હજાર રુપિયાનો દંડ ફટકાર્યો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




