મુંબઈ,તા.૨
યશ રાજની વરુણ ધવન અને અનુષ્કા શર્માને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ફિલ્મ સુઇ ધાગા સોમવારે ઓનલાઇન લીક થઇ હોવાના સમાચારે ખળભળાટ મચાવ્યો હતો.
ફિલ્મ લીક થઇ જવાના કારણે ફિલ્મની બોક્સ આૅફિસ પરની આવકને પ્રતિકૂળ અસર થવાની દહેશત છે. આ ફિલ્મમાં વરુણ ધવન અને અનુષ્કા નાનકડા નગરના દરજી અને ભરતગૂંથણ કરીને પગભર રહેતા યુગલની ભૂમિકા કરે છે.
આ બંનેની ભૂમિકા નેન-ગ્લેમરસ છે. અત્યાર અગાઉ વરુણે ઓક્ટોબર ફિલ્મમાં પણ નોન-ગ્લેમરસ રોલ કર્યો હતો જેને દર્શકો અને સમીક્ષકો બંનેએ બિરદાવ્યો હતો. જા કે ફિલ્મે બોક્સ આૅફિસ પર કોઇ મોટી કમાણી કરી નહોતી.
સુઇ ધાગા માટે વરુણ અને અનુષ્કા બંનેએ ખાસ તાલીમ લેવી પડી હતી. ફિલ્મના પ્રમોશન વખતે આ બંનેએ ટોચના તમામ કલાકારોને ચેલેંજ ફેંકી હતી કે સોયના નાકામાં દોરો પરોવી બતાવો. અક્ષય કુમાર સહિત મોટા ભાગના કલાકારો સોયમાં દોરો પરોવવાની કસોટીમાં નિષ્ફળ નીવડયા હતા. અત્યાર સુધીમાં સુઇ ધાગાએે બોક્સ આૅફિસ પર ૨૪ કરોડની કમાણી કરી હોવાનું જાણવા મલ્યું હતું.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




