ન્યુ દિલ્હી,તા.૧૯
સ્થાનિક જ્વેલરી સેલર્સ અને છૂટક વેપારીઓની નબળી માંગના વચ્ચે વૈશ્વિક સંકેતોના કારણે રજાઓના કારણે છેલ્લાં ટ્રેડિંગ સત્ર દરમિયાન, દિલ્હીના સરાફા માર્કેટમાં સોનાના ભાવ અગાઉના સપ્તાહે રૂ .૩૦,૨૫૦ પ્રતિ ૧૦ ગ્રામ બંધ રહ્યો હતો. ઔદ્યોગિક એકમો અને સિક્કા નિર્માતા કંપનીઓનો માલ ઓછો ઉપડવાના કારણે ચાંદીની કિંમત પણ ૩૯,૦૦૦ સ્તરના નીચે બંધ થઇ હતી. બુધવારે સ્વતંત્રતા દિવસ હોવાના કારણે બજાર બંધ હતું, જ્યારે શુક્રવારે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના સન્માનમાં બજાર બંધ રહ્યા હતાં.
બજાર સૂત્રોએ કહ્યુ્ં કે, ડાલરના મજબૂત થવાના કારણે વિદેશમાં નબળાઇના પરિબળો તથા સ્પોટ માર્કેટમાં સ્થાનિક જ્વેલરી વિક્રેતાઓ અને છૂટક વેપારીઓની માંગ મુજબ, વેપારનું સેન્ટિમેન્ટ નજીવું રહ્યું છે.
ન્યૂયોર્કમાં વૈશ્વિક સ્તરે સોનામાં એક ઔં સના ૧,૧૮૪.૬૦ ડોલરનો ઘટાડો દર્શાવે છે, જ્યારે ચાંદીના ભાવ ઘટીને ૧૪.૭૭ ડોલર પર બંધ થયા છે. દિલ્હીમાં ૯૯.૯ ટકા અને ૯૯.૫ ટકાની શુદ્ધતાવલાળા સોનાના ભાવ નબળા પરિબળોના પર ખુલ્યા અને વેપાર બાદ અંતમાં ૪૫૦-૪૫૦ ની ઘટાડા સાથે ક્રમશઃ ૩૦,૨૫૦ રૂપિયયા અને ૩૦,૧૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ પર બંધ થયા. ત્યાં જ ગિન્નીની કિંમત પણ અઠવાડિયામાં ૨૦૦ રૂપિયાના નુક્શાન સાથે ૨૪,૪૦૦ રૂપિયા પ્રતિ આંઠ ગ્રામે બંધ થઇ.
દિવાળી અને વેચાણ વચ્ચે ઉતાર ચઢાવભર્યા વેપારમાં ચાંદી તૈયારની કિંમત ૧,૦૦૦ રૂપિયાના નુક્શાન સાથે ૩૮,૦૦૦ રૂપિયા પ્રતિ કિલો અને ચાંડી અઢવાડિયું ડિલિવરી ૧,૦૨૫ રૂપિયાનું નુક્શાન દર્શાવતા ૩૬,૯૪૦ રૂપિયા પ્રતિ કિલો પર બંધ થઇ.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




