ન્યુ દિલ્હી,તા.૧૯
દિલ્હીમાં સુગર મીલના હોલસેલ માર્કેટમાં ગયા સપ્તાહના અંતમાં નબળુ વલણ રહ્યું હતું. સ્ટાકિસ્ટો અને જથ્થાબંધ ગ્રાહકોના ઝુકાવના ઘટાડા વચ્ચે ખાંડના રેકોર્ડ ઉત્પાદનને કારણે બજારમાં વધતા સ્ટાકથી ખાંડની કિંમતોમાં પ્રતિ ક્વિન્ટલ ૫૦ રૂપિયા સુધીનો ઘટાડો નોંધાયો હતો. માર્કેટના સૂત્રોએ કહ્યું કે, રેકોર્ડ ઉત્પાદનને કારણે સુગર મીલની નિરંતર પુરવઠાને કારણે ખાંડના ભાવમાં દબાણ રહ્યું હતું. તેમણે કહ્યું કે જાકે તહેવારોને કારણે છૂટીછવાઈ ખરીદીની પ્રવૃત્તિ થવાથી નુકસાન પર થોડો અંકુશ લાગી ગયો. દરમ્યાન ખાંડના ભાવમાં સતત પાંચમા અઠવાડિયે ઘટાડો થયો છે.
માર્કેટિંગ વર્ષ ૨૦૧૭-૧૮ (ઓક્ટોબર થી સપ્ટેમ્બર)માં ખાંડના ઉત્પાદનનો રેકોર્ડ ત્રણ કરોડ ૨૨.૫ લાખ ટન હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. જેના કારણે માર્કેટમાં ખાંડની આવક વધી ગઈ છે. ભાવ સેગમેન્ટમાં તૈયાર ખાંડ એમ-૩૦ અને એસ-૩૦ની કિંમતો અઠવાડિયાના અંતે ૫૦-૫૦ રૂપિયાના નુકસાન સાથે અનુક્રમે ૩૪૪૦-૩૫૪૦ રૂપિયા અને ૩૪૩૦-૩૫૩૦ પ્રતિ ક્વિન્ટલે બંધ થઈ છે. જે ગયા અઠવાડિયાના અંતમાં અનુક્રમે પ્રતિ ક્વિન્ટલે ૩૪૯૦-૩૫૯૦ રૂપિયા અને ૩૪૮૦-૩૫૮૦ રૂપિયા હતી.
આ પ્રકારે સુગર મિલ ડિલીવરી એમ-૩૦ અને એસ-૩૦ની કિંમતો અઠવાડિયાના અંતમાં ૨૦-૨૦ રૂપિયાના નુકસાન સાથે અનુક્રમે પ્રતિ ક્વિન્ટલે ૩૧૯૦-૩૩૪૦ રૂપિયા અને ૩૧૮૦-૩૩૩૦ રૂપિયા પર બંધ થઈ હતી. જે ગયા અઠવાડિયાના અંતે અનુક્રમે પ્રતિ ક્વિન્ટલે ૩૨૦૦-૩૩૬૦ રૂપિયા અને ૩૧૯૦ -૩૩૫૦ રૂપિયા હતી.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



