ગોએરની ફાલાઇટના એન્જિનમાં ક્ષતિને પગલે ઇમરજન્સી લેન્ડિંગ

0
14

બેંગ્લુરુ,તા.૨
ગો-એરના એક વિમાનને હવામા એન્જિનમાં ટેક્નિકલ ક્ષતિને કારણે બેંગલોરુ એરપોર્ટ ખાતે ઇમરજન્સી લેન્ડિંગ કરાવવાની ફરજ પડી હતી.આ ફલાઇટમા ૨૮૩ યાત્રી સવાર હતા. શનિવારે ફલાઇટે બેંગલુરુથી પુણે જવા ઉડાન ભરી હતી.
ડીજીસીએ અત્યાર સુધી એવું કોઇ પગલું નથી ભર્યું કે એવી ફલાઇટોને ઉડાન ભરવાથી રોકવામાં આવે જેમા એન્જિનની ગુણવત્તા પર શંકા હોય. આ ઘટના ત્યારે સામે આવી જ્યારે ડીજીસીએએ હાલમાં જ ઉડ્ડયન મંત્રાલયને આપવામાં આવેલી રિપોર્ટમા જણાવ્યું કે, એ૩૨૦ નિયો અન્જિન વિશે ચિંતા કરવાની કોઇ જરૂર નથી.
વિમાન હવામાં પહોંચ્યા બાદ પાઇલોટને એલાર્મ મારફતે એન્જિન-૧માં ક્ષતિ અંગે જાણકારી પ્રાપ્ત થઇ હતી. ત્યારબાદ પાઇલોટ ફલાઇટને યુ-ટર્ન લઇને ફરીથી એરપોર્ટ પર લઇ ગયો હતો. ઇમરજન્સી લેન્ડિંગ પહેલા એન્જિનને હવામાં જ બંધ કરવું પડ્યું હતું. નાગરિક ઉડ્ડયન મંત્રી સુરેશ પ્રભુએ આ ઘટના પર તપાસ કરવાનો આદેશ આપ્યો છે.
આ બાબતે ડીજીસીએએ અત્યાર સુધી એન્જિન ઉત્પાદક કંપની સાથે સંપર્ક કર્યો નથી. આ અગાઉ લખનઉથી ઉડાન ભર્યા બાદ ગો-એર ફલાઇટને એ-૩૨૦ નિયો એન્જિનમા ક્ષતિ અંગે ચેતવણી એલાર્મ બાદ નવી દિલ્હી એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું હતું.
(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY