મુંબઈ,તા.૨૧
‘સિર્ફ સાત સૂરોં મેં ઇતની કાબિલિયત કહાં કી ઐસી નફરત કા સામના કર સકે ?’ નંદિતા દાસ ઠાકુરની ડાયરેક્ટર તરીકેની પહેલી ફિલ્મ ફિરાકનો આ ડાયલોગ છે.
સિનિયર અભિનેતા નસીરુદ્દીન શાહે આ ફિલ્મમાં શાસ્ત્રીય સંગીતના એક ગવૈયાનો રોલ કર્યો છે. અન્ય કલાકારોમાં સિનિયર અભિનેત્રી સહાના ગોસ્વામી (પાત્ર મુનીરા ) અને નવાઝુદ્દીન સિદ્દીકી (હનીફ) ચમકી રહ્યાં છે.
૨૦૦૨માં સમગ્ર ગુજરાતમાં ફાટી નીકળેલા લોહિયાળ કોમી તોફાનોની ઝલક આ ફિલ્મમાં મળે છે. પોતાનો જાન બચાવવા એક મહિનો છૂપાઇને રહેલું એક દંપતી હનીફ અને મુનીરા પોતાના ઘરે પાછાં ફરે છે
ત્યારે જુએ છે કે એમનું ઘર જલાવી દેવામાં આવ્યું છે. તોફાનોની અસર ઓછી હોય એવા વિસ્તારમાં રહેતા ગવૈયા ખાન સાહેબ લાંબા સમય પછી ઘરની બહાર નીકળે છે અને ઊર્દૂ શાયર વલી સાહેબની કબર તરફ સલામ કરવા જાય છે ત્યારે જુએ છે કે વલી સાહેબની કબરનું તોકિયાય નામોનિશાન રહ્યું નથી.
ગુસ્સાની આગમાં ભડકતા તોફાનીએાએ એ કબર પણ તોડીફોડી નાખી છે. આવાં હૃદય વિદારક દ્રશ્યોથી ફિરાક ફિલ્મ ભરેલી છે. આ ફિલ્મથી મન્ટોકાર નંદિતા દાસ ઠાકુર ડાયરેક્ટર બની રહી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



