મુંબઈ,તા.૨૧
પ્રથમ પંકિતની ગણાતી થયેલી અભિનેત્રી રિચા ચડ્ડાએ સોશ્યલ મિડિયા પર પોતાને જ્યોર્જિયામાં થયેલા રંગદ્વેષના અનુભવની વાત વર્ણવી હતી.
‘જ્યોર્જિયામાં પાસપોર્ટ કન્ટ્રોલ આૅફિસમાં એક રંગદ્વેષી અધિકારી ભેટી ગયા. સતત કંઇક બડબડતા રહ્યા, બે વાર ટેબલ પર મારો પાસપોર્ટ પછાડયો અને જલદી કરો જલદી કરો એમ બરાડયા’ એમ રિચાએ લખ્યું હતું એ ઉમેર્યું હતું કે હજુય આવા લોકો આ દેશમાં છે એ જાઇને દુઃખ અનુભવ્યું.
જા કે એણે પોતાને થયેલા અન્ય સરસ અનુભવનો ઉલ્લેખ પણ કર્યો હતો. ‘એક ટેક્સીવાળો એટલો સરસ હતો કે મારી તકલીફો ભૂલાવી દીધી હતી. સતત મલકતો રહ્યો હતો. મારી પાસેથી ટીપ લેવાનો પણ સવિનય ઇનકાર કર્યો હતો.
અમે એકબીજાની ભાષા જાણતાં નહોતાં. માત્ર ઇશારાથી વાતો કરતાં હતાં… પરંતુ એ માણસને હું કદી ભૂલી નહીં શકું.’
એક્સેલ એન્ટરટેઇનમેન્ટની ઇનસાઇડ એજના બીજા હિસ્સાના શૂટિંગ માટે રિચા જ્યોર્જિયા ગઇ હતી. હાલ એ અનુભવ સિંહાની અભી તો પાર્ટી શુરુ હુયી હૈ અને કંગના રનૌત સાથે અશ્વિની અ્ય્યર તિવારીની ફિલ્મ પંગા પણ કરી રહી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




