ન્યુ દિલ્હી,તા.૨૦
વિદેશી બજારોમાં હકારાત્મક સંકેતો અને સ્થાનીક બુલિયન માર્કેટમાં વેપારીઓની માંગને કારણે દિલ્હીના બુલિયન માર્કેટમાં સોનું શનિવારે સતત ત્રીજા દિવસે મજબૂત રહ્યું હતું. સોનું ૪૫ રૂપિયાના વધારા સાથે ૩૨,૨૭૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ પર પહોંચી ગયું છે.દિવાળી અગાઉ બુલિયનની માંગમાં વધારો થતા ચાંદીનો ભાવ પણ ૧૦૦ રૂપિયાનો વધારા સાથે ૩૯,૬૦૦ રૂપિયા પ્રતિ કિગ્રા પર પહોંચી ગયો છે.
વેપારીઓએ જણાવ્યું છે કે, વિદેશી માર્કેટમાં સારી સ્થિતી અને તહેવારની માંગને પહોંચી વળવા માટે સ્થાનિક આભૂષણ વેપારીઓની માંગમાં થયેલા વધારાને કારણે ડોમેસ્ટિક માર્કેટમાં સોનાના ભાવમાં વધારો જાવા મળ્યો છે. વૈશ્વિક સ્તર પર શુક્રવારે ન્યૂ યોર્કમાં સોનામાં ૦.૧૦ ટકાનો વધારો નોંધાયા બાદ સોનું ૧,૨૨૭.૫૦ ડોલર આઉન્સ પર પહોંચી ગયું છે. ચાંદીનો ભાવ પણ ૦.૪૧ ટરાના વધારા સાથે૧૪.૭૦ ડોલર પ્રતિ આઉન્સ થઇ ગયું છે.
દશેરા નિમિત્તે શુક્રવારે બુલિયન માર્કેટ બંધ રહ્યું હતું. સ્થાનિક બુલિયન માર્કેટમાં ૯૯.૯ ટકા અને ૯૯.૫ ટકા શુદ્ધતા વાળા સોનામાં ૪૫-૪૫ રૂપિયાના વધારા સાથે ક્રમશઃ ૩૨.૨૭૦ રૂ. અને ૩૨,૧૨૦ રૂ. પ્રતિ ૧૦ ગ્રામ પહોંચી ગયો હતો.
જાકે ૮ ગ્રામ વાળી ગિનીનો ભાવ ૨૪,૭૦૦ રૂપિયા છે. ચાંદી હાજર પણ ૧૦૦ રૂપિયાની મજબૂતાઇ સાથે ૩૯,૬૦૦ રૂપિયા પ્રતિ કિગ્રા પહોંચી ગઇ છે. ચાંદીના સિક્કાના ભાવમાં કોઇ ફેરફાર નોંધાયો નહતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



