માત્ર બે રાજ્યોમાંથી સરકારને મળ્યો ૫૦ ટકા ડાયરેક્ટ ટેક્સ

0
20

ન્યુ દિલ્હી,તા.૨૮
ઈનકમ ટેક્સ વિભાગના આંકડાઓ અનુસાર કેન્દ્ર સરકારને મળનારા કુલ ડાયરેક્ટ ટેક્સમાં ૫૦ ટકા ભાગીદારી  અને દિલ્હીની છે. મહારાષ્ટ્ર અને દિલ્હી સાથે કર્ણાટક અને તમિલનાડુની ભાગીદારીને જાડવામાં આવેતો તે ૭૦ ટકા થઈ જાય છે. દેશમાં ૩૦ રાજ્ય છે અને છ કેન્દ્ર શાસિત પ્રદેશ છે. એટલે કે અન્ય ૩૦ ટકા જેટલો ડાયરેક્ટ ટેક્સ દેશના ૩૨ અન્ય પ્રદેશોમાંથી પ્રાપ્ત થાય છે. આંકડાઓ અનુસાર ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાત કે જે વ્યાપારી રાજ્ય કહેવાય છે તે ટેક્સ આપવામાં પાછળ છે.
ઈનકમ ટેક્સ વિભાગના આંકડાઓ અનુસાર નાણાકિય વર્ષ ૨૦૧૬-૧૭ માં કેન્દ્ર સરકારને ડાયરેક્ટ ટેક્સના રૂપમાં કુલ ૮૪૯૮૧૮.૪૮ કરોડ રુપિયા પ્રાપ્ત થયા છે. આમાંથી સૌથી વધારે ૩૧૪૦૫૬ કરોડ રુપિયા મહરાષ્ટ્રમાંથી પ્રાપ્ત થયા છે. દિલ્હીથી ડાયરેક્ટ ટેક્સ સ્વરૂપે સરકારને ૧૦૮૮૮૨.૫૦ કરોડ રુપિયા પ્રાપ્ત થયા છે. ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં કર્ણાટકનું યોગદાન ૮૫૯૨૦.૯૮ રુપિયા રહ્યું છે તો તમિલનાડુએ ડાયરેક્ટ ટેક્સ સ્વરૂપે સરકારને ૬૦૦૭૭.૯૫ કરોડ રુપિયા આપ્યા છે. ગુજરાત કે જે પોતાના વ્યાપાર માટે જાણીતું છે એવા ગુજરાતમાંથી નાણાકિય વર્ષ ૨૦૧૬-૧૭ માં ડાયરેક્ટ ટેક્સ સ્વરૂપે કેન્દ્ર સરકારને ૩૮૮૦૮.૨૭ કરોડ રુપિયા મળ્યા છે.
પશ્ચિમ બંગાળમાંથી ૩૫૧૭૫.૮૯ કરોડ રુપિયાનો સરકારને ડાયરેક્ટ ટેક્સ મળ્યો છે તો મધ્ય પ્રદેશમાંથી સરકારને માત્ર ૧૫૭૬૮ કરોડ રુપિયાનો ડાયરેક્ટ ટેક્સ મળ્યો છે. જનસંખ્યાની દ્રષ્ટીએ દેશનું સૌથી મોટુ રાજ્ય ઉત્તર પ્રદેશ ગણાય છે ત્યારે ઉત્તર પ્રદેશમાંથી સરકારને માત્ર ૨૯૩૦૯.૬૦ કરોડ રુપિયાનો ડાયરેક્ટ ટેક્સ પ્રાપ્ત થયો છે. તો સાથે જ બિહારમાંથી સરકારને ૬૫૧૯.૪૨ કરોડ રુપિયા ડાયરેક્ટ ટેક્સ સ્વરૂપે મળ્યા છે.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY