સોનાના ભાવમાં ચમક : ૨૦૦ રૂપિયા વધી ૩૧૫૫૦ રૂપિયાને પાર

0
19

ન્યુ દિલ્હી,તા.૧૦
રૂપિયામાં નબળાઈ અને સ્થાનિક ઝવેરીઓની ખરીદીથી સોમવારે સોનાના ભાવમાં પ્રચંડ તેજી આવી હતી. ચાંદીના ભાવમાં પણ ગતિ જોવા મળી હતી. સોનાના ભાવમાં આવેલી તેજી વૈશ્વિક બજારમાં આવેલી મંદીથી વિપરીત તેજી જોવા મળી હતી. સ્થાનિક જ્વેલર્સ વેપારીઓની ખરીદીને કારણે સોનાના ભાવમાં તેજી જોવા મળી હતી. રૂપિયો સતત કમજોર પડી રહ્યો છે. સોમવારે ડાલરની સરખામણીએ રૂપિયો ૭૨.૬૭ રૂપિયાના નીચલા સ્તરે પહોંચી ગયો છે. જેનાથી સોનાની આયાત મોંઘી થઈ છે.
દિલ્હીના બુલિયન માર્કેટમાં સોમવારે સોનાનો ભાવ ૨૦૦ રૂપિયા વધીને ૧૦ ગ્રામ દીઠ ૩૧,૫૫૦ રૂપિયા થઈ ગયો છે. ગ્રાહકના એકમ અને સિક્કાના ઢોળાવનો ઉથલો રહેવાથી ચાંદી ૧૭૫ રૂપિયા વધી કિલોગ્રામ દીઠ ૩૭,૯૫૦ રૂપિયા પર આવ્યું છે. બુલિયન માર્કેટના માંધાતાઓના જણાવ્યા મુજબ તહેવારના મોસમને જોતા ઝવેરીઓની માંગ વધવાથી સોનામાં તેજી જોવા મળી છે. જોકે, સોનાના ભાવમાં વૈશ્વિક સ્તર પર મંદીને કારણે તેજી ઓછી જોવા મળી.
વૈશ્વિક સ્તર પર સિંગાપુરમાં સોનાનો ભાવ ૦.૧૪ ટકા નીચે ઉતરી ૧૧૯૪.૫૦ ડોલર પ્રતિ ઔસ રહ્યું. એવી આશંકા છે કે અમેરિકન ફેડરલ રિઝર્વ બેંક આ મહિને વ્યાજદર વધારી શકે છે. જેને કારણે ડાલરમાં મજબૂતી આવી હતી અને કિંમતી ધાતુઓમાં ઘટાડો જોવા મળ્યો.
દિલ્હીમાં ૯૯.૯ ટકા અને ૯૯.૫ ટકા શુદ્ધતાવાળા સોનાનો ભાવ ૨૦૦-૨૦૦ રૂપિયા વધી અનુક્રમે ૩૧,૫૫૦ રૂપિયા અને ૩૧,૪૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ રહ્યો છે. છેલ્લા બે સત્રમાં તેમાં ૧૬૦ રૂપિયાનો કડાકો જોવા મળ્યો. ૮ ગ્રામની સોનાની લગડીનો ભાવ એકમ દીઠ ૨૪,૫૦૦ રૂપિયા પર સ્થિર રહ્યો. ચાંદી અત્યારે ૧૭૫ રૂપિયાની તેજી સાથે કિલોગ્રામ દીઠ ૩૭,૯૫૦ રૂપિયા અને અઠવાડિક ડિલીવરીવાળી ચાંદી ૧૬૦ રૂપિયા વધી કિલોગ્રામ દીઠ ૩૭,૩૨૫ રૂપિયા પર સ્થિર રહીં. ચાંદીના સિક્કાના સો દીઠ ખરીદીના ભાવ ૭૨,૦૦૦ રૂપિયા અને વેચાણ ભાવ ૭૩,૦૦૦ રૂપિયા રહ્યાં.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY