વર્લ્ડ રેકોર્ડની સંભાવના
રાજકોટ,તા.૧૦
ગુજરાતમાં પ્રથમવાર રાજકોટમાં ૧૧ હજાર જૈન લોકો સામૂહિક પ્રતિક્રમણ કરશે. સામૂહિક પ્રતિક્રમણ દ્વારા ઐક્યતાનો નવો ઇતિહાસ સર્જાશે. ૭૫ સતીજીઓના સાંનિધ્યમાં ૧૩ સપ્ટેમ્બરના રોજ આ કાર્યક્રમ યોજાશે. ૧૧ હજાર જૈન લોકો સામૂહિક પ્રતિક્રમણ કરશે જેનો વર્લ્ડ રેકોર્ડ થાય તેવી સંભાવના છે. વર્લ્ડ રેકોર્ડમાં નોંધણી કરાવવા અત્યારથી પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે.
આ અંગે નમ્રમુનિ મહારાજની પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે, રોયલપાર્ક સ્થા.જૈન મોટા સંઘ, સી.એમ. પૌષધશાળા, ઔમાનવાલા ઉપાશ્રયના આંગણે ૧૩ સપ્ટેમ્બરના રોજ આ કાર્યક્રમ યોજાશે. જેમાં રાજકોટ મહિલા મંડળ, યુવા મંડળ, સમસ્ત જૈન ગ્રુપના ૧૧ હજાર ભાવિકો એક સાથે સંવત્સરી પ્રતિક્રમણ કરી પાપોનું પ્રાયશ્ચિત કરશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




