નર્મદા પરિક્રમવાસીઓને પડતી મુશ્કેલીઓ નિવારવા નાંદોદ ધારાસભ્યએ કરી રજુઆત

0
32

રાજપીપળા : નર્મદા જિલ્લામાં નર્મદા પરિક્રમા કરવા માટે લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે અને જેમ જેમ નર્મદા પરિક્રમાનું વિશેષ મહત્વ લોકો જાણે તેમ તેમ દર વર્ષે પરિક્રમા માટે યાત્રાળુઓની સંખ્યા વધતી જાય છે ગુજરાતના વિવિધ જિલ્લાઓ સહિત મહારાષ્ટ્ર તેમજ મધ્યપ્રદેશ સહિતના રાજ્યો માંથી પણ નર્મદા પરિક્રમા માટે હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હોય છે.

આ પરિક્રમવાસીઓને મુશ્કેલીઓ ન પડે તે માટે નાંદોદના ધારાસભ્ય પી.ડી.વસાવાએ પરિક્રમા શરૂ થાય તે અગાઉ તંત્રને ચેતવણી રૂપ આવેદનપત્ર આપ્યું હતું જેમાં જણાવ્યું હતું કે તા-૦૫/૦૪/૨૦૧૯ થી તા-૪/૫/૨૦૧૯ થી નર્મદા મૈયાની ઉત્તર વાહિની પ્રદક્ષિણા એક માત્ર સ્થળ નાંદોદ તાલકાના રામપરા માંગરોળ ગામથી શરૂઆત કરી તિલકવાડા સામે પાર ઉતરી ફરી રામપરાની સામે કિનારેથી પાછા આવવાનું હોય છે. સામે રેગંણ ગામ તિલકવાડા તાલુકાનું છે. ફરી રામપરા નર્મદા નદિના કિનારે આવવા માટે કિડી મંકોડાની કોતરડીના પાણી ઓળંગીને આવવાન હોય છે. હાલના સમય દરમ્યાન ગરમીનું પ્રમાણ પણ વધ્યું હોય માટે સરકારી તંત્ર દ્વારા યાત્રાળુ ઓ માટે નદી પાર કરવા માટે હોડી (બોટ)ની વ્યવસ્થા, ગરમી ન લાગે માટે મંડપ તેમજ બેસવાની સુવિધા, પીવાના પાણીની વ્યવસ્થા, સ્વચ્છતા અભિયાન અંતર્ગત ભાઈઓ/બહેનો માટે શૌચાલયની અલગ-અલગ વ્યવસ્થા કરવામા આવે તેમજ કોઈ આકસ્મિક દુર્ઘટના બને તો તે માટેની પ્રાથમિક આરોગ્ય સારવાર સુવિધા તાત્કાલિક મળી રહે એ માટે ૧૦૮ એમ્બ્યુલન્સ ની સુવિધા તેમજ વાહન પાર્કિંગ અને રાજપીપળા બસ ડેપો થી સમયે-સમયે રામપરા આવવા માટે બસની સુવિધા મળી રહે, કોઈ અગવળ ન પડે એવા યોગ્ય આયોજન આપની અધ્યક્ષ સ્થાનેથી કરવામાં આવે તેવી એક લોક પ્રતિનિધિ રજુઆત કરવામાં આવી હતી.

ઉપરાંત ગત વર્ષે યાત્રાળુઓને પડેલ મુશ્કેલીનો પણ ધારાસભ્ય પી.ડી. વસાવાએ ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૭/૧૮ માં યાત્રાળુઓને પ્રરિક્રમા દરમ્યાન ઘણી મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો હતો અને મિડિયા એ પણ તેની નોંધ લીધી હતી, માટે આ વર્ષે કોઈ ખામી ન રહે તે માટે યોગ્ય આયોજન કરવા જણાવ્યું હતું .ઉપરાંત રામપરા ગામના ઘાટ પાસે તથા રામનંદ આશ્રમ (માંગરોળ) થી આગળ તિલકવાડા પાસે મેણ ખાડી અને નર્મદા નદીના સંગમ સ્થાને થી નદી પાર કરવા માટે ૩ થી પ બોટ ( મશીન વાળી) ની સુવિધા કરવા પણ જણાવ્યું હતું

ત્યારે હવે જોવું એ રહ્યું કે લાખો શ્રદ્ધાળુઓ માટે તંત્ર દ્વારા સુચારુ આયોજન કરવામાં આવે છે કે પછી ગત વર્ષ ની જેમ યાત્રાળુઓને હાલાકી વેઠવી પડશે .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY