આધેડ પુરૂષની લાશ મળી, ઈંટના ઘા મારી હત્યા કરાયાની શંકા

0
8

ગોંડલ,તા.૧૬
ગોંડલના સેન્ટ્રલ સિનેમા ટોકીઝ પાસે આવેલા મોટા પુલ પાસેના મહાવીર શોપિંગ સેન્ટરના ત્રીજા માળથી અજાણ્યા પુરૂષની લાશ મળી આવી છે. શ્રમિક જેવા દેખાતા અને ૫૦ વર્ષની ઉંમર ધરાવતા આ પુરૂષની કોઇએ ઇંટના ઘા મારી હત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે. લાશ મળી આવતા શહેર પોલીસે દોડી જઇ તપાસ હાથ ધરી હતી.
અજાણ્યા પુરુષની લાશ પડી હોવાની જાણ સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ દિનેશભાઈ માધડને થતા તેઓ દ્વારા શહેર પોલીસને જાણ કરી હતી. પીઆઇ રામાનુજે જણાવ્યું હતું કે મૃતકની લાશ પાસે ઈંટ જેવા પદાર્થો મળી આવ્યા છે. સંભવત છે કે આધેડને ઈંટ ફટકારી મોતને ઘાટ ઉતારી દીધેલા છે. રાત્રિના સમયે કેટલાક બાળકો પતંગ લેવા માટે મહાવીર શોપિંગ સેન્ટરના ત્રીજા માળે પહોંચતા ત્યાં કોઈની લાશ પડી હોવાની જાણ હતી અને પોલીસને જાણ થઇ હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY