પતિ સાથે ઝઘડો થતા પત્નીએ ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો

0
30

વડોદરા,તા.૧૬
વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલા કડક બજારમાં રહેતી મહિલાએ પતિ સાથે ઝઘડો થતા ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. સયાજીગંજ પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સુરેન્દ્રસિંહ ઠાકુર પત્ની અને પુત્ર સાથે કડક બજાર વિસ્તારમાં રહતો હતો. પત્ની રેણુકા ઠાકુર(૪૦)ને વાસી ઉત્તરાયણના દિવસે ફોઇના ઘરે ઉત્તરાયણ કરવા જવુ હતું. પરંતુ પતિ સુરેન્દ્રસિંહે ફોઇના ઘરે જવાની ના પાડી દેતા પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો.
ઝઘડો થયા બાદ પતિ પોતાના પુત્રને લઇને બહાર જતો રહ્યો હતો. થોડીવાર પછી પતિ પુત્રને લઇને ઘરે પરત ફર્યો હતો. આ સમયે ઘરના પંખા પર દુપટ્ટા વડે ગળે ફાંસો ખાધેલી હાલતમાં પત્નીનો મૃતદેહ પતિએ જાયો હતો. પતિએ તુરંત સયાજીગંજ પોલીસને જાણ કરી દીધી હતી. જેથી પોલીસે મહિલાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY