કોર્પોરેશનના ડમ્પિંગ યાર્ડ અને ખોખા બનાવતી કંપનીમાં આગ લાગતા દોડધામ મચી

0
6

વડોદરા,તા.૨૯
વડોદરા શહેરના જાંબુઆ વિસ્તારમાં આવેલા કોર્પોરેશનના ડમ્પિંગ યાર્ડ અને વરણામાંની ખોખા બનાવતી કંપનીમાં આજના બનાવ બન્યા હતા.જ્યારે લાલબાગ બ્રિજ પાસે પણ આગનો બનાવ બન્યો હતો.
જાંબુઆ મકરપુરા વિસ્તારમાં આવેલા કોર્પોરેશનના ડમ્પિંગ યાર્ડમાં શહેરનો કચરો ઠાલવવામાં આવે છે. ઉપરોક્ત સ્થળે અવારનવાર આગના બનાવો બનતા હોઈ આસપાસના ગ્રામજનો પરેશાની વેઠી રહ્યા છે. દસેક મહિના પહેલા લાગેલી આગના બનાવમાં ચાર દિવસ સુધી આગ કાબુમાં આવી ન હતી.
બપોરે ફરીથી ડમ્પિંગ યાર્ડમાં આગ લાગતા ગરમી અને પવનને કારણે આગ ઝડપભેર પ્રસરવા માડી હતી.આગને બુઝાવવા માટે ફાયર બ્રિગેડ દ્વારા કામગીરી કરવામાં આવી હતી.આ જ રીતે લાલબાગ બ્રિજ પાસે પણ બપોરે કોઈ કારણસર કચરામાં આગ લાગતા ફાયર બ્રિગેડની મદદ લેવાઈ હતી.
જ્યારે અને કોના મા વરણામા નજીક સલાડ ગામે આવેલી ખોખા બનાવતી વાસુ પેકેજીંગ કંપનીમાં ગોડાઉન ના ભાગે આગ લાગતા ફાયર બ્રિગેડના લાશ્કરો આગ બુજાવવા કામે લાગ્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY