કોંગી ધારાસભ્ય સાબરિયા એક દિવસના રીમાન્ડ બાદ જેલહવાલે

0
7

મોરબી,તા.૩૦
હળવદ તાલુકામાં નાની સિંચાઈ યોજનામાં થયેલો ભ્રષ્ટાચાર છૂપાવવા અને વિધાનસભા ગૃહમાં પ્રશ્ન ન પૂછવા માટે હળવદ-ધ્રાંગધ્રાના કોંગ્રેસના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયાએ રૂપિયા લીધા હોવાનો ઘટસ્ફોટ થતા તેમની ધરપકડ કરવામાં આવી હતી. સોમવારે કોર્ટમાં રજૂ કરતા એક દિવસના રીમાન્ડ મંજૂર થયા હતા. આજે મંગળવારે તેના રીમાન્ડ પૂર્ણ થતા ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવતા વધુ રીમાન્ડની માંગણી ન કરતા જેલહવાલે કરવામાં આવ્યા છે.
મોરબી જિલ્લામાં નાની સિંચાઈ યોજના અંતર્ગત ૨૦૧૭-૧૮ અને ૨૦૧૮-૧૯ના વર્ષમાં તળાવ રિપેરિંગના રૂ. ૨૦ કરોડ એકત્રીસ લાખના ૩૩૪ કામ પૈકી ૫૧ કામમાં રૂ ૧.૧૨ કરોડના કામમાં કૌભાંડ સામે આવતા એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગત ૨૭ સપ્ટેમ્બર ફરિયાદ નોંધાઇ હતી. જે અંગે તપાસ કરતા નાની સિંચાઈ યોજનાના પૂર્વ કાર્યપાલક ઈજનેર સી ડી કાનાણી સહિત કુલ ૪ લોકોની ધરપકડ થયા બાદ વધુ તપાસ કરતા હળવદનાં ધારાસભ્ય પરસોતમ સાબરીયાએ સમગ્ર કૌભાંડ વિધાનસભામાં ન ઉખેડવા તેના મળતિયા વકીલ ભરત ગણેશિયા દ્વારા રૂ.૩૫ લાખની લાંચ માગવાનો ઘટસ્ફોટ થતા રવિવારે પોલીસે હળવદ ધારાસભ્ય અને વકીલ ભરત ગણેશિયાની ધરપકડ કરી હતી. આને બંન્નેને મોરબી ડીસ્ટ્રીક્ટ કોર્ટમાં રજૂ કર્યા હતા. પોલીસે આ ઘટનામાં તપાસ બાકી હોય અને ધારાસભ્ય તપાસમાં પૂરતો સહકાર ન આપતા હોય અને ગોળ જવાબ આપી રહ્યા છે. જેથી તેમની પૂછપરછ માટે કોર્ટ સમક્ષ ૩ દિવસના અને ભરત ગણેશિયાના ૫ દિવસના રીમાન્ડની માંગણી કરી હતી. સામે પક્ષે ધારાસભ્યના વકીલે પોલીસ પાસે તેમના અસીલ ગુનેગાર સાબિત થાય તેવા નક્કર પુરાવા ન હોવા છતાં માત્ર રાજકીય ઈશારે ધરપકડ કરી હોવાના તેમજ તપાસની કોપી જિલ્લા મેજીસ્ટ્રેટ સમક્ષ રજૂ ન કરી તપાસમાં બેદરકારી દાખવી હોવાનું જણાવી રીમાન્ડ મંજુર ન કરવા જણાવ્યું હતું, બન્ને પક્ષની દલીલનાં આધારે ડીસ્ટ્રીકટ જજ રીઝવાનાબેન ઘોઘારીએ ધારાસભ્ય અને તેના મળતિયાના માત્ર ૧ દિવસના જ રીમાન્ડ મંજૂર કર્યા હતા.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY