નોટબંધી દરમિયાન બેંક કર્મચારીઓને આપેલા આૅવરટાઇમના રૂપિયા પરત કરો ; એસબીઆઇ

0
16

ન્યુ દિલ્હી,તા.૧૭
દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક આૅફ ઇન્ડીયાએ ૭૦૦૦૦ કર્મચારીઓને કહ્યુ કે, ”તે રકમ પરત કરે જે તેમને નોટબંધી દરમિયાન ઓવરટાઇમ તરીકે મળી હતી.” આ જાણકારી એક મીડિયા રિપોર્ટની મદદથી સામે આવી છે. ઉલ્લેખનીય છે કે, નોટબંધીની ઘોષણા ૮ નવેમ્બર ૨૦૧૬ના કરવામાં આવી હતી.
પÂબ્લક સેક્ટરની આ બેંકમાં તમામ કર્ચચારીઓને પોતાના વર્કફોર્સમાં શામેલ કરી દીધા છે, કેમકે વર્ષ ૨૦૧૭માં સ્ટેટ બેંક આૅફ બિકાનેર એન્ડ જયપુર, સ્ટેટ બેંક આૅફ હૈદરાબાદ, સ્ટેટ બેંક આૅફ મૈસૂર, સ્ટેટ બેંક પટિયાલા અને સ્ટેટ બેંક આૅફ ત્રાવણકોરનું મર્જર થઇ ગયું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ૮ નવેમ્બર ૨૦૧૬ના નોટબંધીની ઘોષણા કરી હતી, જેના પછી ૯ નવેમ્બરથી ૫૦૦-૧૦૦૦ રૂપિયાની નોટોને પ્રતિબંધિત કરી દીધી હતી. જાકે સરકારે લોકોને જૂની નોટો બદલા માટે સમય આપ્યો હતો, જેના કારણે લોકો પોતાની નોટો બદલા માટે ઘણા દિવસો સુધી બેંકોંની બહાર લાંબી લાઇનમાં ઉભા રહ્યા હતા.
નોટબંધીના સમય દરમિયાન બેંક કર્મચારીઓએ દિવસમાં ૧૪-૧૪ કલાક સુધી કામ કર્યુ હતુ. આ દરમિયાન ઘણા કર્મચારીઓની રજા કેન્સલ કરી દેવામાં આવી હતી કેમકે જૂની નોટો બદલવા માટે સરકારની તરફથી સીમિત સમય આપવામાં આવ્યો હતો.
વાસ્તવમાં નોટબંધી દરમિયાન ઓવરટાઇમ કરનારા કર્મચારીઓને બેંક પ્રબંધને કહ્યુ હતુ કે કે, તેમણે ઓવરટાઇમ અલાઉન્સ આપવામાં આવશે, આ ૭૦૦૦૦ કર્મચારીઓને નોટબંધી દરમિયાન ઓવરટાઇમ ડ્યૂટી માટે ચૂકવણી કરી દીધી હતી, પરંતુ હવે તેણે પરત માંગવામાં આવી રહ્યા છે. એસબીઆઇએ પોતાની તમામ ઝોનલ હેડક્વાર્ટરમાં મોકલેલા પત્રમાં કહેવામાં આવ્યુ છે કે, માત્ર આપણા કર્મચારી ( બ્રાંચમાં કામ કરતા) ને જ વધારે કામના રૂપિયા આપવામાં આવશે, ન તો એસોસિયેટ બેંકોના કર્મચારીઓને જેનું એસબીઆઇમાં મર્જર થઇ ગયું છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY