નવી દિલ્હી,તા. ૧૪
સરકારે જીએસટી હેઠળ ટીડીએસ અને ટીસીએસ જાગવાઇને અમલ કરવા માટે પહેલી ઓક્ટોબરની તારીખ નક્કી કરી લીધી છે. કેન્દ્રિય જીએસટી હેઠળ ધ્યાન દોરવામા ંઆવેલા એકમોને વસ્તુ અથવા તો સેવા આપુર્તિકરનારાના ૨.૫ લાખ રૂપિયાથી વધુની ચુકવમી પર એક ટકા ટીડીએસ સમગ્રહ કરવાની જરૂર છે. સાથે સાથે રાજ્ય, રાજ્ય કાનુન હેટળ એક ટકા ટીડીએસ લાગુ કરનાર છે. ઇ-કોમર્સ કંપનીઓને હવે જીએસટી હેઠળ આપુર્તિ કરનારને કરવામાં આવેલી કોઇ પણ ચુકવણી પર એક ટકા સુધી ટીસીએસ સમગ્રહ કરવાની જરૂર રહેશે. રાજ્ય પણ રાજ્ય જીએસટી કાયદા હેઠળ એક ટકા ટીસીએસ લાગુ કરી શકે છે. ઇવાયના કરવેરા પાર્ટનર અભિષેક જૈને કહ્યુ છે કે ઇ-કોમર્સ કંપનીઓને ટીસીએસ માટે તથા જુદા જુદા જાહેર એકમો, સરકારી કંપનીઓને ટીડીએસ માટે પોતાની પ્રણાલી વહેલી તકે તૈયાર કરવાની રહેશે. પહેલી ઓક્ટોબરના દિવસથી જએસટી પર ટીડીએસ અને ટીસીએસ જાગવાઇ લાગુ કરવામાં આવનાર છે. ઓછા સમયને ધ્યાનમાં લઇને ઉદ્યોગોને હવે કમર કસી લેવાની જરૂર રહેશે. બન્ને જાગવાઇના કારણે અર્થવ્યવસ્થા મજબૂત થશે.
(સંપૂર્ણ સમાચાર સેવા)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



