સુરત,તા.૨૬
સુરતમાં જીએસટી વિભાગના ૨૦ વેપારીઓને ત્યા દરોડા પડાવામાં આવ્યા હતા. જેમાં રૂ. ૫.૪૦ કરોડની કરચોરી ઝડપાઇ હતી. ગત વર્ષે દિવાળીમાં વેપારીઓને ત્યાં વીડિયો ગ્રાફી કરાઇ હતી. મળતી માહિતી પ્રમાણે ઇ-વે બિલ જનરેટ કરતા હોવા છતાં જીએસટીનં ૩બી રિટર્ન ભરતા નહીં હોય તેવા ૧૦ વેપારીઓ છેલ્લા પાંચેક દિવસથી કાર્યવાહી કરી રહ્યા હતા. આ ઉપરાંત પેટ્રોલપંપ, ટેક્સ્ટાઇલના વેપારીઓ મળી કુલ ૨૦ વેપારી પાસેથી ૫.૪૦ કરોડની વસૂલાત સ્ટેટ જીએસટીએ કરી છે.
ગત વર્ષે સ્ટેટ જીએસટીના અધિકારીઓએ રેડીમેડ કાપડના વેપારીને ત્યાં વીડિયોગ્રાફી કરી હતી. તેમાં વેપારીઓનેત્યાંગ્રાહકની અવરજવર પ્રમાણે જીએસટી ભરપાઇ કરતા નહીં હોવાથી છેલ્લા પાંચ દિવસથી સ્ટેટ જીએસટીની સુરત કચેરી દ્વારા તપાસશરૂ કરવામાં આવી હતી. તેમાં સુરતથી વાપી સુધીમાં ૨૦ વેપારીઓને ત્યાં તપાસ કરવામાં આવી રહી હતી. તે પૈકી ૧૦થી વધુ ટેક્સટાઇલ અને રેડીમેડ કાપડના વેપારી, ત્રણ પેટ્રોલપંપ પર પણ તપાસ કરાઇ હતી.
આ તપાસમાં ૧૦ જેટલા વેપારી ઇ-વે બ્રિલ જનરેટ કરતા હતા. પરંતુ ૩બીરિટર્ન ભરતા નહોતા. તેમજ ત્રણ પેટ્રોલપંપ ધારકોને લાગુ પડતા વેટના કાયદા પ્રમાણે વેટ ભરપાઇ કરતા નહોતા તેઓ ચોડા ઉપર ઓછું ખરીદ અને વેચાણ બતાવીને વેટ ચોરી કરતા હતા.
જ્યારે પાંચ જેટલા ટેક્સટાઇલ વેપારી ૩બી રિટર્ન ભરપાઇ કરતા નહીં હોવાથી તેઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહી કરવામાં આવી હી. આ કાર્યવાહીમાં ૫.૪૦ કરોડની વસૂલાત પણ કરી લેવામાં આવી છે. તેમાં પણ રેડીમેડ કાપડના વેપારીને ત્યાં તેઓની હાજરીમાં જ વીડિયોગ્રાફી કરવામાં આવી હતી. તેમા છતાં જીએસટીના નિયમ પ્રમાણે ટેક્સની ચોરી કરતા હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



