રાજસ્થાનમાં કોંગ્રેસે રામગઢ વિધાનસભા બેઠક જીતીને સેન્ચુરી પૂરી કરી

0
7

કોંગ્રેસ ઉમેદવાર સાફિયા જુબૈરને ૮૩૩૧૧ મત મળ્યા,ભાજપ ઉમેદવારને ૭૧૦૮૩ વૉટ મળ્યા
રામગઢ,તા.૩૧
રાજસ્થાનની અલવર જિલ્લાની રામગઢ વિધાનસભાની બેઠક પર મતની ગણતરી સમાપ્ત થઇ ચૂકી છે. કુલ ૨૦ રાઉન્ડની ગણતરી પછી કોંગ્રેસના ઉમેદવાર સાફિયા જુબૈરની જીત થઇ છે. તો આ સાથે ભાજપના ઉમેદવાર સુખવંત સિંહ બીજા અને બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર જગત સિંહ ત્રીજા સ્થાન પર છે.
ચૂંટણી પંચ અનુસાર ૨૦ રાઉન્ડની ગણતરી પછી કોંગ્રેસના ઉમેદવાર સાફિયા જુબૈરને કુલ ૮૩૩૧૧ મત મળ્યા છે જ્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સુખવંત સિંહને ૭૧૦૮૩ મત મળ્યા છે. આ ઉપરાંત બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર જગત સિંહ પણ ૨૪૮૫૬ મત મેળવવામાં સફળ રહ્યા છે. હાલની રાજસ્થાન વિધાનસભાની વાત કરીએ તો ડિસેમ્બરમાં થયેલી ચૂંટણીઓમાં કોંગ્રેસને ૯૯ બેઠકો પર જીત મળી હતી, પરંતુ હવે વધુ એક બેઠક પર જીત મેળવ્યા પછી કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા ૧૦૦ થઇ છે. ટકાવારી અનુસાર જાઇએ તો કોંગ્રેસને ૪૪.૭૭ ટકા, ભાજપને ૩૮.૨૦ ટકા અને બસપાને ૧૩.૩૬ ટકા મત મળ્યા છે.
નોંધનીય છે કે રાજ્યની કુલ ૨૦૦માંથી ૧૯૯ બેઠકો પર મતદાન સાત ડિસેમ્બરે થયું હતું. બસપા ઉમેદવારના નિધનના કારણે રામગઢ સીટ પર ચૂંટણી સ્થગિત કરાઇ હતી. ત્યારબાદ આ સોમવારે અહીં મતદાન કરાયું હતું, જેમાં ૨.૩૫ લાખ મતદારોમાંથી ૭૯.૦૪ ટકા મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આ બેઠક પર બે મહિલાઓ સહિત ૨૦ ઉમેદવાર ચૂંટણી મેદાનમાં હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY