રેડિયો પર 45મી મન કી બાતમાં મોદીએ GSTના એક વર્ષ પૂર્ણ થયાનો ઉલ્લેખ કર્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રેડિયો પર મન કી બાત કાર્યક્રમ મારફતે દેશને સંબોધન કરી રહ્યા છે. રેડિયો પર 45મી વખતની મન કી બાત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યુ, ‘બેંગ્લુરુમાં ભારત-પાકિસ્તાન વચ્ચેની ઐતિહાસિક ટેસ્ટ મેચ યાદગાર રહી. અફઘાનિસ્તાનના ખેલાડી રાશિદ ખાન દુનિયાની સામે પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.’ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધનના અંશો… – એક દેશ એક ટેક્ષ એટલે કે GSTને એક વર્ષ પૂરું થવા જઇ રહ્યું છે. જે ગઇ કાલ સુધી લોકોનું સપનું હતું તે આજે વાસ્તવિકતા બની ગઇ છે. – દિલ્હીના રોહિણીના શ્રીમાન રમણ કુમારે નરેન્દ્ર મોદી એપ પર લખ્યુ છે કે આગામી 6 જુલાઇએ ડો. શ્યામા પ્રસાદ મુખર્જીનો જન્મદિવસ છે. એટલા માટે તેમની વાતને માન આપતા હું આ કાર્યક્રમ મારફતે તમામ દેશવાસીઓને જણાવવા માંગુ છું કે શ્યામા પ્રસાદ મુખર્જીની સૌથી મહત્ત્વપૂર્ણ વાત હતી કે તેઓ ભારતની અખંડતા અને એકતા માટે કામ કરતા હતા. – મને ખુશી એ વાતની છે કે આ કાર્યક્રમમાં સરકારની સફળતાથી વધારે સામાન્ય માનવીની સફળતાની વાતો દેશની શક્તિ, નવા ભારતના સપનાઓની શક્તિ, નવા ભારતના સંકલ્પની શક્તિનો હું અનુભવ કરી રહ્યો હતો. – ભારત અને અફઘાનિસ્તાનના ખેલાડીઓને મારી શુભકામનાઓ છે કે તેઓ આ જ સ્પિરિટ સાથે રમશે અને આગળ પણ વધશે. – મન કી બાતમાં પીએમ મોદીએ ડૉક્ટર દિવસનો ઉલ્લેખ કરતા કહ્યું, ‘ડૉક્ટર પાસે સ્વસ્થ જીવન જીવવાનો અનુભવ.’ – 21 જૂનને ચોથા વિશ્વ યોગ દિવસ પર દેશે ખ્યાતિ પ્રાપ્ત કરી, જ્યારે જલ-ભૂમિ અને આકાશ સૈનિકોએ યોગાભ્યાસ કર્યો. મિસાલ છે કે ભારતીય નૌસૈનિકોએ સબમરીનની અંદર અને સિયાચીનમાં બરફીલા પહાડો પર યોગનો અભ્યાસ કર્યો. – 1 જુલાઇએ ડૉક્ટર દિવસની શુભેચ્છાઓ, ડૉક્ટર પાસે ન માત્ર લોકોને સ્વસ્થ રાખવાનો પરંતુ પોતાનું પણ સ્વસ્થ જીવન જીવવાનો અનુભવ છે. માતા અમને જન્મ આપે છે, પરંતુ ડૉક્ટર અમને બીજીવાર જન્મ આપે છે. – કબીર દાસજીએ પોતાનો અંતિમ સમય મગહરમાં વિતાવ્યો હતો. એટલા માટે 28 જૂનના રોજ ગોરખપુરની સાથે મગહર જઇશ અને ત્યાંની ખાસ વાત જાણવાનો પ્રયાસ કરીશ. – ભારતના સમૃદ્ધ ઇતિહાસમાં એવો કોઇ મહિનો નથી રહ્યો જ્યારે કોઇ ઐતિહાસિક ઘટના બની ન હોય. ભારત પાસે દરેક જગ્યાએ પોતાની એક વિરાસત છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"







