ગુડગાંવ,તા.૨૧
ગુડગાંવના સેક્ટર-૬૬માં ત્રણ વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારી તેની નિર્મમ હત્યા કરનારની પોલીસે ધરપકડ કરી હતી, પરંતુ તેના ખુલાસાએ પોલીસના હોશ પણ ઉડાવી દીધા હતા. આરોપીએ અત્યાર સુધી ૯ નિર્દોષ બાળકીઓ પર બળાત્કાર ગુજારી તેમની નિર્મમ હત્યા કરી હોવાનું સ્વીકાર્યું હતું. આ બધી જ બાળકીઓની ઉંમર ૩થી ૮ વર્ષની હતી.
ગુડગાંવથી ૧૧ નવેમ્બરે ગુમ થયેલ ત્રણ વર્ષની બાળકીનો મૃતદેહ ૧૨ નવેમ્બરની સવારે વિકૃત હાલતમાં રોડ પાસેથી મળી આવતા, પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન સુનીલ નામના એક વ્યકિત પર પોલીસને શંકા જાગી હતી. જે પછી શનિવાર રાત્રે ઝાંસીના મગરપુર ગામથી તેની ધરપકડ કરવામાં આવી હતી.
આરોપીની પૂછપરછમાં તેણે તમામ ગુનાઓનો સ્વીકાર કર્યો હતો, તેની હેવાનિયત સાંભળીને પોલીસ પણ ડઘાઇ ગઇ હતી. આરોપીએ તમામ ગુનાઓને ગુડગાંવ, ઝાંસી, ગ્વાલિયર અને દિલ્હીમાં અંજામ આપ્યા હતા. તે બાળકીઓને સુમસામ જગ્યાઓ પરથી કે ભંડારામાંથી ચોકલેટની લાલચે ઉઠાવતો અને તેમની પર બળાત્કાર ગુજારતો હતો. પરંતુ આ પહેલા તે નિર્દોષ બાળકી સાથે હેવાનિયત કરી, તેમનો પગ તોડી નાંખતો, જેથી તે ભાગી ન શકે. બળાત્કાર ગુજાર્યા પછી તે પથ્થર મારીને બાળકીઓની હત્યા કરતો. મૃતદેહને આજુબાજુના વિસ્તારમાં મુકીને દારૂ પીવા ચાલ્યો જતો. છેલ્લાં બે વર્ષમાં તેણે આ નિર્મમ હત્યાઓ કરી હતી.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, આરોપી છેલ્લા કેટલાક વર્ષોથી રોડ પર રહેતો હતો અને મજૂરી કરીને દારૂના પૈસા ભેગા કરી લેતો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





