હિ.પ્રદેશ સરકાર બાબા રામદેવ પર આફરીન : જમીન યોગપીઠને આપવાનો નિર્ણય

0
16

શિમલા,તા.૨૧
યોગગુરુ બાબા રામદેવની સાથે જાડાયેલી સંસ્થા પતંજલિ યોગપીઠને હિમાચલ પ્રદેશની સરકાર તરફથી મોટી રાહત મળી છે. હિમાચલ પ્રદેશના મુખ્યપ્રધાન જયરામ ઠાકુરના નેતૃત્વમાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં સાધુપુલમાં ૯૩ વીઘા જમીનના મામલે પતંજલિ યોગપીઠને મોટી રાહત મળી છે. આ નિર્ણયને હિમાચલ પ્રદેશની પુરોગામી સરકારે રદ્દ કર્યો હતો.
પરંતુ હિમાચલ પ્રદેશમાં હાલ સત્તામાં આવેલી ભાજપની સરકારે જમીન યોગપીઠને આપવાનો નિર્ણય કર્યો છે. બાબા રામદેવના ટ્રસ્ટ પતંજલિ યોગપીઠે આ જમીનને એક રૂપિયાની લીઝ મનીના હિસાબથી આપવામાં આવી છે. યોગપીઠે જમીન માટે એકસાથે બે કરોડ રૂપિયા અને ૨૧ લાખ રૂપિયા આપવા પડશે. કોંગ્રેસની પુરોગામી સરકારે આ જમીનને ૨૭ કરોડ રૂપિયાની એક સાથે લીઝ આપવા માટે જણાવ્યું હતું. પરંતુ હવે માત્ર બે કરોડ રૂપિયા જ આપવાના છે.
આ પહેલા પણ હિમાચલ પ્રદેશમાં સત્તામાં રહેલી ભાજપની પ્રેમકુમાર ધૂમલની સરકારે એક રૂપિયાની લીઝ મની પર પતંજલિ યોગપીઠને જમીન આપી હતી. પરંતુ તેમના પછી સત્તામાં આવેલી કોંગ્રેસની વીરભદ્રસિંહની આગેવાનીવાળી સરકારે ફાળવણી રદ્દ કરી હતી. સાધુપુલમાં આવેલા આ ૯૬ વીઘા જમીન પર પતંજલિ યોગપીઠ તરફથી હર્બલ ગાર્ડન, પ્લાન્ટ અને આયુર્વેદીક દવાઓના નિર્માણનું યુનિટ સ્થાપિત કરવાની યોજના છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY