ગુજરાતમાં વસવાટ કરતા પરપ્રાંતીયોને પર્યાપ્ત સુરક્ષા પૂરી પાડવા વડી અદાલતમાં પીઆઈએલ

0
4

સુરત, તા. ૧૦
રાજ્યમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં પરપ્રાંતીયો પર થયેલ હિંસક હુમલાનો મામલો હાઈકોર્ટમાં પહોîચ્યો છે. આ મામલે જાહેર હિતની અરજી (પીઆઈએલ) કરીને પોલીસ તંત્ર પરપ્રાંતીઅોના માલ સામાનની રક્ષા કરવામાં નિષ્ફળ રહી છે. નુકસાનનો સર્વે કરી વળતર માટેની દાદ માંગવામાં આવી છે.
રાજ્યમાં પરપ્રાંતથી દેશના અન્ય રાજ્યોમાંથી રોજીરોટી મેળવવા માટે આવેલ મજૂરો અને કામદારોના હિતોનું માલ મિલકતનું રક્ષણ કરવામાં રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર નિષ્ફળ રહ્નાં છે. રાજ્ય સરકાર અને પોલીસની બેદરકારી, નિષ્ક્રિયતા બંધારણની સમાનતાની મૂળ ભાવનાનો ભંગ કરે છે. પીઆઈએલમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે હાઈકોર્ટ રાજ્ય સરકારને આદેશ કરે કે પરપ્રાંતીય મજૂરો, નિર્દોષ બિનગુજરાતીઅોને તાત્કાલિત રક્ષણ પુરૂ પાડે, હાલની ઘટનામાં માલ સામાનને થયેલ નુકસાનનો સર્વે કરીને સર્વેના આધારે યોગ્ય વળતરની ચૂકવણી કરવામાં આવે. આ સમગ્ર મામલે હાઈકોર્ટમાં થયેલી સુનાવણી દરમયાન રાજ્ય સરકાર વતી એડીશનલ એડવોકેટ જનરલ પ્રકાશભાઈ જાની ઉપસ્થિત રહ્ના હતા. તેમને રાજ્ય સરકારનો બચાવ કરતા જણાવ્યું હતું કે ગુજરાત એક એવુ રાજ્ય છે કે જ્યાં ઉત્તર-દક્ષિણ-પૂર્વ-પિમ દરેક ક્ષેત્રમાંથી આવતા લોકોને રોજગારી પુરૂ પાડે છે. દેશના દરેક નાગરિકને ગુજરાતમાં રહેવાનો અને મજૂરી કરવાનો પૂરેપૂરો હક છે. રાજ્ય સરકાર કોઈપણ નાગરિકના કે પરપ્રાંતીયના જીવન સ્વાતંત્રતા અને ધંધો રોજગારનું રક્ષણ કરવા માટે કોઈપણ પ્રકારની કચાશ રાખશે નહીં. આ અંગે હાઈકોર્ટે રાજ્ય સરકારનો પક્ષ સાંભળી સમગ્ર મામલે સોગંધનામું રજૂ કરવાનું જણાવી વધુ સુનાવણી આગામી ગુરૂવારે મુકરર કરી છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY