સુરત, તા. ૧૦
કામરેજ તાલુકાના શેખપુર ગામનીસીમમાંથી એક ખેડૂત પુત્રીનું લગ્નની લાલચ આપી અપહરણ કરી અજાણ્યો ઈસમ ફરાર થઈ ગયો હોવાનો બનાવ કામરેજ પોલીસ મથકે નોîધાયો હતો. પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ ભાવનગર જિલ્લાના વતની અને હાલમાં કામરેજ તાલુકાના શેખપુર ગામના હનુમાન શેરી ખાતે રહેતા આણંદભાઈ શિયાળએ તળપદા કોળી સમાજના છે. અને તેઅો ખેતી સાથે સંકળાયેલા છે. ગત ૬ અોક્ટોબરના રોજ રાત્રિના સાડા આઠ વાગ્યાના સુમારે તેમની સગીર પુરત્રીને લગ્નની લાલચ આપી લોભામણી વાતો કરીને અપહરણ કરીને અજાણ્યો ઈસમ ફરાર થઇ ગયો હતો. આ વાતની જાણ તેના ખેડુત પિતાને થતા તેમણે આસપાસના ગામો તથા સોસાયટીઅો અને સગા સંબંધીઅોને ત્યાં તપાસ કરતા તે મળી ન આવતા કામરેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



