નવસારી, તા.૧૧
જલાલપોરની મરોલી સુગર ફેક્ટરીના કર્મચારીઅોના કાયદેસરના નીકળતા લાભો આપવા અને મરોલી સુગર ફેક્ટરીમાં તાત્કાલિક વહીવટ દારૂની નિમણૂંક કરવા માટે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી માંગણી કરી હતી.
નવસારીના જલાલપોર તાલુકાના મરોલીસુગર ફેક્ટરીના કર્મચારીઅોએ નવસારીનાં વીરેન્દ્રભાઈ દેસાઈની આગેવાનીમાં જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ વર્ષ ૨૦૧૬ જાન્યુઆરી માસથી આજદિન સુધીનો રેગ્યુલર માસિક પગાર કર્મચારીઅોને આપવામાં આવ્યો નથી. સીઝનલ કર્મચારીઅોને ડીસેમ્બર ૨૦૧૬ થી પગાર મળેલ નથી. તેમજ વર્ષ ૨૦૧૫-૧૬ અને ૨૦૧૬-૧૭ïના વર્ષમાં અોવરટાઈમનો પગાર ચુકવવામાં આવ્યો નથી. તેમજ દિવાળી બોનસ ચૂકવેલ નથી અને કાયદેસર કાપેલ બે વર્ષનું પ્રોવિડંડ ફંડ જમા કરાવેલ નથી અને રીટાયર્ડ થયેલા કર્મચારીઅોના કાયદેસરના નાણાં કે ગ્રેજ્યુઈટી હક રજા વગેરેïના લાખો રૂપિયા રીટાયર્ડ થયેલા ૭૦ જેટલા કામદારોને ચૂકવેલ નથી. તેમ જણાવીને અગાઉ પણ આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ આજ સુધી ન્યાય મળ્યો નથી.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




