નવજાત બાળકને માતાએ જ નાક-મોઢું દબાવી મારી નાંખ્યું

0
58

વલસાડ અબ્રામા વિસ્તારમાંથી નવજાત શિશુની લાશ મળ્યા બાદ પોલીસે જાણવાજોગ નોંધ કરી તેને પોસ્ટ મોર્ટમ માટે સુરત મોકલ્યું હતુ. સુરતમાં થયેલા પોસ્ટ મોર્ટમના રિપોર્ટમાં બાળકનું મોત નાક દબાવવાના કારણે થયું હોવાનું બહાર આવતાં પોલીસે બાળકની માતા વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ પોલીસને અબ્રામા રામનગર વિસ્તારમાં એક પડતર રૂમમાં નવજાત શિશુ મૃત હાલતમાં મળી આવ્યું હતુ. આ સંદર્ભે પોલીસે તપાસ કરતાં આ બાળક અબ્રામા રામનગરમાં રહેતી પુજાબેન નરેન્દ્રસીંગ રામઆાર રાજપુત (ઉ.વ.૨૫)નું હોવાનું બહાર આવ્યું હતુ. તેનો પતિ બેંગ્લોરમાં નોકરી કરે છે અને તે તેના પ્રેમી થકી ગર્ભવતી બની હતી. તેનો ગર્ભ પાંચ માસનો થઇ ગયો હોય તેનું એબોશન થઇ શક્યું ન હતું અને તેણે શનિવારે બાળકને જન્મ આપ્યો હતો. પ્રારંભિક વાતમાં તેણે પોતાની ડિલિવરી જાજરૂમાં જ થઇ હોવાની વાત કરી હતી. જ્યાં બાળકનું મોત થઇ ગયું હતુ, પરંતુ પોલીસે આ ઘટનાને ગંભીર ગણી બાળકના પેનલ પોસ્ટમોર્ટમ માટે તેને સુરત મોકલાયું હતુ. સુરતમાં તેના પોસ્ટ મોર્ટમ દરમિયાન બાળકનું મોત કપડાથી મો અને નાક દબાવવાના કારણે થયું હોવાનું કારણ બહાર આવ્યું હતુ. ત્યારે નવજાત બાળકનું મોત કુદરતી નહી તેની હત્યા થઇ હોવાની હકીકત બહાર આવતાં સિટી પીએસઆઇ ગોહિલ આ ઘટનામાં જાતે ફરિયાદી બન્યા હતા અને તેમણે બાળકની માતા પુજા વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી હતી. સિટી પોલીસે હત્યાનો ગુનો નોંધાયા બાદ પુજાની ધરપકડ કરી હતી. નવજાત શિશુની હત્યા તેની નવયુવાન માતાએ જ કરી હોવાનું બહાર આવતાં સમગ્ર વિસ્તારમાં સોપો પડી ગયો હતો.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY