ગાંધીનગર,તા.૨૪
ગુજરાત વિધાનસભાના સત્રના પ્રથમ દિવસે સચિવાલયના ગેટ નંબર-૧ પર કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મર અને મહિલા પીએસઆઈ વચ્ચે ઘર્ષણનો મામલો મહિલા આયોગ પાસે પહોંચ્યો છે. ગાંધીનગરની મહિલા પોલીસકર્મીએ આ અંગે મહિલા આયોગમાં વિરજી ઠુમ્મર વિરુદ્ધ રજુઆત કરી છે. આ અંગે મહિલાકર્મીએ આયોગમાં એક અરજી આપી છે. આ અરજી બાદ હવે મહિલા આયોગ વિરજી ઠુમ્મર સામે આ મામલે તપાસ કરશે.
ગાંધીનગર ખાતે વિધાનસભાના સત્રના પ્રથમ દિવસે કોંગ્રેસના ધારાસભ્યો અને પોલીસ વચ્ચે ઝપાઝપી જાવા મળી હતી. વિધાનસભા સંકુલ બહાર કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મર અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ દરમિયાન વિરજી ઠુમ્મરે મહિલા પીએસઆઈને ધક્કો માર્યો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



