ગુજરાતીઓએ અંગ્રેજીનો મોહ છોડીને માતૃભાષાના અભ્યાસને પ્રોત્સાહન આપવું જાઇએ

0
9

અંગ્રેજા વર્ષો પહેલાં દેશ છોડી ગયા, આપણને આઝાદી પણ મળી ગઇ, પરંતુ તેઓના મૂળિયાં ભારતમાં એટલા ઊંડા ઊતરેલા છે કે હજી આપણે અંગ્રેજાની અસર હેઠળ જીવીએ છીએ. એમના કાયદાઓને પણ હજી ચાલુ રાખ્યા છે. જાકે, હાલ આપણને અચાનક જ્ઞાન લાધ્યું હોય એમ કાયદાઓની કેટલીક વિચિત્ર કોલમોને છેકીને ઇતિહાસ રચી રહ્યા છીએ. આ ઉપરાંત પણ અંગ્રેજાએ એમની અંગ્રેજી ભાષાનું ભૂત આપણને વળગાડી દીધું છે, જે ધૂણ્યા જ કરે છે.
આપણા ગુજરાતીઓની વાત કરીએ તો અંગ્રેજી ભાષાની પાછળ રીતસર ઘેલાં થયા છીએ. આપણા બાળકોને ગુજરાતી માધ્યમની શાળામાં ભણાવવાનો આપણને છોછ છે. આપણું સંતાન જન્મે ત્યાંથી જ કડકડાટ અંગ્રેજી બોલવું જાઇએ તો જ સમાજમાં માનમરતબો જળવાય, અંગ્રેજી બોલવાથી જ્ઞાનમાં વધારો થાય. કેટલાક ગુજરાતીઓ તો એમનું બાળક ગુજરાતી વાંચી-લખી શકતું નથી એ વાતે ગર્વ અનુભવતા હોય છે કેવી કરૂણતા!
આપણી માતૃભાષા પ્રત્યેના અનુરાગના અભાવનું પરિણામ કેવું વરવું આવી રહ્યું છે એની જાણ હોવા છતાં અંગ્રેજી ભાષાની આ ઘેલછા છે. નવી પેઢી પોતાની માતૃભાષા ગુજરાતી વાંચી-લખી નહીં શકે. ગુજરાતી ભાષા રિઢી થઇ જશે એવો ભય સાક્ષરોને અત્યારથી લાગી જ રહ્યો છે.
દેશના કોઇ પણ ક્ષેત્રની હસ્તીનો પ્રોફાઇલ વાંચી જુઓ. એમણે માતૃભાષામાં અભ્યાસ કર્યો હશે. હા, અન્ય ભાષાની જેમ અંગ્રેજી ભાષાનો ગહન અભ્યાસ કે વાંચન જરૂર કર્યા હશે. દરેક મહાનુભાવ માતૃભાષાને સૌથી વધુ મહ¥વ આપતા હતા. અંગ્રેજી એક સમૃદ્ધ ભાષા છે એમાં કોઇ શંકા નથી. વિશ્ર્વના મોટાભાગના દેશોમાં અંગ્રેજી ભાષાનું ચલણ છે. દરેક વ્યવહાર માટે અંગ્રેજી ભાષા માધ્યમ બન્યું છે.
પ્રાદેશિક સ્તરે એસ.એસ.સી. કે એચ.એસ.સી.ની પરીક્ષાઓના પરિણામો વખતે પોતાની માતૃભાષામાં અભ્યાસ કરનાર વિદ્યાર્થી/વિદ્યાર્થિની જ અવ્વલ નંબર મેળવતા હોય છે. કુદરતી રીતે બાળક પોતાની માતૃભાષામાં વધુ ખીલે છે.
બાળકો વધુને વધુ ભાષાઓ શીખે એ જરૂરી છે, પરંતુ અભ્યાસ માટે માતૃભાષા જ પસંદ કરવી જાઇએ. અને આ કાર્ય માતા-પિતાનું છે. માતૃભાષાનું મહત્વ બાળકને – એ ઉંમરે ન સમજાય સ્વાભાવિક છે, પરંતુ માતૃભાષામાં કેળવણી મેળવવાની ઇચ્છા વાલીઓને હોવી જાઇએ !
આપણા ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ પણ હમણાં એ જ કહ્યું કે ‘અંગ્રેજી દિમાગ’ બિમારી છે, અંગ્રેજી ભાષા નહીં. આપણને આપણા સમૃદ્ધ હેરિટેજનું ગૌરવ હોવું જાઇએ!
એકાદ મહિના પહેલાં ‘હિન્દી દિન’ નિમિત્તે યોજાયેલા એક કાર્યક્રમમાં ઉપરાષ્ટ્રપતિએ કરેલા ભાષણને મારીમચકોડીને મીડિયાએ એવું લખી નાખેલું કે ઉપરાષ્ટ્રપતિ કહે છે : બ્રિટિશરો મૂકી ગયા છે તે અંગ્રેજી બીમારી છે. ઉપરાષ્ટÙપતિએ એ સમારંભમાં હકીકતમાં એવું કહેલું કે માતૃભાષાને બચાવવી જાઇએ, એનું રક્ષણ કરવું જાઇએ. માતૃભાષાને પ્રોત્સાહન આપવાની તેમણે વાત કરેલી. એમણે અંગ્રેજી ભાષાને બીમાર કહી નહતી.
મીડિયાની આ ચાલાકીની જાણ થયા પછી ઉપરાષ્ટ્રપતિએ સ્પષ્ટતા કરવી પડી કે અંગ્રેજી ભાષા તરીકે સમૃદ્ધ છે જે આપણને વારસામાં મળી છે. બ્રિટિશરોએ ભારતીયોના મનમાં લઘુતાગ્રંથી રોપી દીધી હતી. તેમણે આપણા મનમાં એવી છાપ ઊભી કરી કે બ્રિટિશરો જ મહાન છે, આપણે, ભારતીયો એમની સામે તુચ્છ છીએ.
આપણે આપણા રૂટને નહીં ભૂલવા જાઇએ. સંસ્કૃતિના ઉલ્લેખમાં માતૃભાષા આવી જતી હોય. એટલે માતૃભાષાનું જતન એ દરેકની જવાબદારી છે. અંગ્રેજી માધ્યમમાં જ અભ્યાસ કરવાની માનસિકતાની ચૂંગાલમાંથી બહાર આવવું જ જાઇએ. નાયડુના નિવેદનને મચડીને રજૂ કરવાની ગુસ્તાખી પણ અંગ્રેજી ભાષાના ‘ચાહકો’એ જ કરી હશે.
સંસ્કૃતિ, હેરિટેજ, માતૃભાષા જેવી બાબતોના નિવેદનને બદલી નાખવા જેવું દુષ્કૃત્ય શોભનીય નથી. આમાં રાજકારણ પણ ન રમાય. માતૃભાષાના જતનનો પ્રશ્ર્‌ન તો દરેક ભારતીયનો છે અને હોવો જાઇએ.
ગુજરાતીઓએ અંગ્રેજી ભાષામાં ભણાવવાનો મોહ છોડીને માતૃભાષાના અભ્યાસને પ્રોત્સાહન આપવું જાઇએ. બાળકની ખરી પ્રતિભા, કૌશલ્ય, તેજસ્વીતાનો પરચો કરવો હોય તો માતૃભાષામાં ભણાવો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY