રાહુલ ગાંધી ‘મનોરંજનનું મશીન’ છે : કેશવ પ્રસાદ મૌર્ય

0
53

લખનઉ,તા.૨૯
કોંગ્રેસ અને ભાજપના નેતાઓ વચ્ચે સતત ‘વાકિયુંદ્ધ’ ચાલી રહ્યું છે. તાજી ઘટનાઓમાં ઉત્તર પ્રદેશના ઉપ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મોર્યએ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી પર પ્રહાર કર્યો છે. મીડિયા સાથેની વાતચીતમાં કેશવ પ્રસાદ મૌર્યે જણાવ્યું કે રાહુલ દેશમાં મનોરંજનનું મશીન છે. અને રાહુલે પીએમ મોદી વિશે આ પ્રકારના નિવેદનો ન આપવા. આ ઉપરાંત તેમણે લખનઉમાં એક પોલીસકર્મીની ગોળીથી માર્યા ગયેલા યુવકની ઘટના પર જણાવ્યું કે જે દોષી હશે તેના પર કાર્યવાહી થશે.
રાફેલ વિવાદ પર ચર્ચા કરતી વખતે ઉત્તર પ્રદેશના ઉપ મુખ્યમંત્રીએ જણાવ્યું કે રાહુલ ગાંધી જે રાફેલની વાત કરે છે તેમાં તેમના જીજાજીનું નામ પણ સામે આવી રહ્યું છે. મોદીની પ્રશંસા અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા કરવામાં આવે છે પરંતુ રાહુલની પ્રશંસા પાકિસ્તાનના નેતાઓ કરે છે. ભાજપ સરકાર ભ્રષ્ટાચારના કેસની તપાસ નિષ્પક્ષ રીતે કરી રહી છે. અમને આપણી સેના પર ગર્વ છે. પરંતુ કોંગ્રેસ પાર્ટી સેના વિશે બોગસ નિવેદન આપી રહી છે. તેનો જવાબ જનતા આપશે. આ દરમિયાન કેશવ પ્રસાદ મૌર્યાએ સર્જિકલ સ્ટ્રાઇક પર ટિપ્પણી કરતા જણાવ્યું કે અમે આપણી સેનાની બહાદુરી પર ગર્વ અનુભવીએ છીએ.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY